ઇન્ડેક્સ ફ્યૂચર્સમાં રિટેલ લોંગ પોઝિશન ચાર મહિનાની ટોચ પર   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઇન્ડેક્સ ફ્યૂચર્સમાં રિટેલ લોંગ પોઝિશન ચાર મહિનાની ટોચ પર  

ઇન્ડેક્સ ફ્યૂચર્સમાં રિટેલ લોંગ પોઝિશન ચાર મહિનાની ટોચ પર  

 | 2:00 am IST
  • Share

એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં રિટેલ ઈન્વેસ્ટર્સની લોંગ પોઝિશન તેમની ચાર મહિનાની ટોચ પર જોવા મળી રહી છે. જોકે તેમ છતાં બજાર મંદી માટે તૈયાર નથી. મંગળવારે રિટેલનો લોંગ-ટુ-શોર્ટ રેશિયો ૧.૩ની મે મહિના પછીની ટોચ પર હતો. જે કોવિડ બાદ બજારમાં જોવા મળેલી તેજી બાદ બીજી ઊંચી લોંગ પોઝિશન દર્શાવે છે. અગાઉ ૧૭ મેના રોજ રિટેલ માટે આ રેશિયો ૧.૬૪ પર હતો. જોકે ત્યારબાદ તે ઘટયો હોવા છતાં એકના સ્તરથી નીચે નથી ગયો. આમ રિટેલ ટ્રેડર્સ નેટ લોંગ રહ્યાં છે.

ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં લોંગ-ટુ-શોર્ટ રેશિયોનો ૧.૩ હોવાનો અર્થ રિટેલ દ્વારા તેમના દરેક ૧૩૦ નિફ્ટીના લેણ જ્યારે સામે ૧૦૦ નિફ્ટીનું વેચાણ એવો થાય છે. એટલેકે તેઓ ચોખ્ખી ૩૦ નિફ્ટીનું લેણ ધરાવે છે. સામાન્યરીતે બજારમાં ચાર મુખ્ય ર્પાિટસિપન્ટ્સ કેટેગરીમાં રિટેલ અને એફ્આઈઆઈ એક દિશામાં હોય તેવું જોવા નથી મળતું. જોકે છેલ્લાં ચાર મહિનાઓથી બંને સેગમેન્ટ્સ સમાંતર ચાલ સૂચવે છે અને નેટ લોંગ પોઝિશન દર્શાવી રહ્યાં છે. જેમકે કુલ પોઝિશનમાં રિટેલના ૫૭ ટકા હિસ્સા બાદ ૨૧ ટકા પોઝિશન સાથે બીજા ક્રમે આવતી એફ્આઈઆઈનો લોંગ-ટુ-શોર્ટ રેશિયો એપ્રિલ મહિનાથી અત્યાર સુધી સતત એક પર જળવાયો છે. આમ તેઓ ઈન્ડેક્સ ફ્યૂચર્સમાં ચોખ્ખા લોંગ જોવા મળ્યાં છે. જોકે વચ્ચે કેશ સેગમેન્ટમાં તેઓ વેચવાલ જોવા મળ્યાં હતાં. આમ તેમણે ભિન્ન સેગમેન્ટમાં વિરુદ્ધ દિશામાં પોઝિશન્સ બનાવી હતી. જ્યારે રિટેલ એક માત્ર કેશ અને ઈન્ડેક્સ ફ્યૂચર્સ, બંનેમાં લોંગ બની રહ્યાં છે. માર્કેટમાં લાંબા સમયગાળા બાદ રિટેલ સતત નેટ લોંગ જોવા મળી રહ્યાં છે. જેનું ડેરિવેટિવ્સ એનાલિસ્ટ્સને આૃર્ય થઈ રહ્યું છે. તેમના મતે રિટેલ જ્યારે ઊંચું લોંગ ધરાવતો હોય ત્યારે બજાર એક દિશામાં ગતિ દર્શાવે તેવું ઓછું બનતું હોય છે. જ્યારે ભારતીય બજાર મે મહિના બાદ સતત સુધારાતરફ્ી રહ્યું છે. ચાલુ કેલેન્ડરમાં ૨૨ ટકા સુધામાંથી નિફ્ટીમાં ૧૬ ટકા સુધારો મે મહિના બાદ જોવા મળ્યો છે. માર્કેટમાં એકમાત્ર પ્રોપરાઈટરી ટ્રેડર્સ ૦.૫૪નો લોંગ-ટુ-શોર્ટ રેશિયો ધરાવે છે. જેનો સીધો અર્થ એવો થાય છે કે તેઓ એક લોંગ પોઝિશન સામે બે શોર્ટ પોઝિશન્સ ધરાવે છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફ્ંડ્સને નેટ લોંગની છૂટ નથી. તેઓ ડેરિવેટિવ્સ સેગમેન્ટનો ઉપયોગ માત્ર હેજિંગ હેતુથી કરી શકે છે અને તેથી તેમનો લોંગ-ટુ-શોર્ટ રેશિયો ૦.૦૨ ટકા છે. મંગળવારે ઈન્ડેક્સ ફ્યૂચર્સના કુલ ૭,૯૧,૬૬૪ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટમાં ૫૭ ટકા હિસ્સો રિટેલ પોઝિશનનો હતો. જ્યારે ૨૧ ટકા હિસ્સો એફ્આઈઆઈનો તથા ૧૪ ટકા હિસ્સો ડીઆઈઆઈનો હતો. જ્યારે ૮ ટકા હિસ્સો પ્રોપ ટ્રેડિંગનો હતો.

જુલાઈ આખરમાં નિફ્ટીએ ૧૫,૯૦૦-૧૬,૦૦૦ના મહત્ત્વના અવરોધ ઝોનને પાર કર્યાં બાદ પણ રિટેલ ઈન્વેસ્ટર્સ તેમની લોંગ પોઝિશન પકડીને બેઠાં છે. જે બજારની તેજીને લઈને તેમનો આત્મવિશ્વાસ સૂચવે છે. ઈન્ડેક્સમાં ટોચના સ્તરે પણ રિટેલ ર્પાિટસિપેશન જળવાઈ રહ્યું છે અને તેથી ડેરિવેટિવ્સ સેગમેન્ટના કામકાજમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. જેમકે જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી એનએસઈ ડેરિવેટિવ્સ ખાતે સરેરાશ દૈનિક વોલ્યૂમ રૃ. ૫૨.૪૭ લાખ કરોડ પર જોવા મળતું હતું. ૩ ઓગસ્ટે નિફ્ટીએ ૧૬,૦૦૦નું સ્તર પાર કરી મહત્ત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. જો ૩ ઓગસ્ટથી મંગળવાર સુધીની વાત કરીએ તો ડેરિવેટિવ્સ સેગમેન્ટનું દૈનિક વોલ્યૂમ રૃ. ૫૯ લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે સ્પષ્ટપણે સૂચવે છે કે માર્કેટ ટોચ પર હોવા છતાં રિટેલ બજારમાં મજબૂત હાજરી ધરાવે છે અને તે પણ નેટ લોંગ પોઝિશન સાથે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન