Retarded young man's Unique Wedding At Himmatnagar
  • Home
  • Gujarat
  • કાકાએ ભત્રીજાના કર્યા અનોખા લગ્ન, હોંશે-હોંશે દુલ્હન વિના પરત ફર્યો વરઘોડો

કાકાએ ભત્રીજાના કર્યા અનોખા લગ્ન, હોંશે-હોંશે દુલ્હન વિના પરત ફર્યો વરઘોડો

 | 2:57 pm IST

સાબરકાંઠામાં એક અનોખા લગ્ન યોજાયા હતાં તમને જાણીને અચરજ થશે કે, આ લગ્નમાં વરરાજા, જાનૈયા અને વરઘોડો પણ નિકળ્યો પણ આ લગ્નમાં દુલ્હન ન હતી. સાબરકાંઠાના ચાપલનાર ગામમાં કાકાએ પોતાના ભત્રીજાના ઘોડે ચઢવાનાં અરમાન પૂર્ણ કરવા માટે આ આખા લગ્નને ઓપ આપ્યો હતો અને આમ તેમણે પોતાના ભત્રીજાની ઇચ્છાને પૂર્ણ કરી હતી.

સાબરકાંઠાના ચાપલાનાર ગામમાં કાકાએ ભત્રીજાના અનોખથા લગ્ન યોજ્યા હતાં. હિંમતનગરના ચાપલનારનો અજય ઉર્ફે પોપટ બારોટ જે બાળપણથી માનસિક ક્ષતિગ્રસ્ત હતો. તેની માતા પણ બાળપણમાં મૃત્યુ પામી હતી ત્યારે તેના પિતાએ તેને મોટો કર્યો હતો અને આ અજય હિંમતનગર મંદબુદ્ધિ સંસ્થામાં મુક્યો હતો ત્યારે વેકેશનમાં ઘરે આવેલ અજયએ તેના કાકાને કહેલ કે મારે પણ લગ્ન કરવા છે અને ત્યાર બાદ યોજાયા અજયના અનોખા લગ્ન.

આ લગ્નમાં ગણેશ સ્થાપન, ગ્રહશાંતિ, વરઘોડો અને જમણવાર હતો પરંતુ લગ્નના ફેરા ન હતા. કાકાએ ભત્રીજાની ઈચ્છા પૂરી કરવા અનોખા લગ્નનું આયોજન કર્યું હતું. તો આ લગ્નમાં બારોટ પરિવાર અજય સાથે વરઘોડામાં જુમ્યો પણ હતો. આ અનોખા લગ્નમાં અજય ઘોડા પર બેસવાની ઈચ્છા પણ પૂર્ણ કરી હતી તો વાઘોડિયા સાથે જુમ્યો પણ હતો. આ લગ્ન સમારંભની એક દિવસ ધામધૂમથી બારોટ પરિવારે માણીને માનસીક ક્ષતિગ્રસ્ત અજય બારોટની ઈચ્છા પૂર્ણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન