Vakra shani gives much bad result, avert it this way
  • Home
  • Astrology
  • શનિની વક્ર દ્રષ્ટિ કરી દે છે ખાના ખરાબી, કેવી રીતે બચવું તેનાથી જાણો અહિં

શનિની વક્ર દ્રષ્ટિ કરી દે છે ખાના ખરાબી, કેવી રીતે બચવું તેનાથી જાણો અહિં

 | 3:48 pm IST

નવગ્રહોમાં શનિ એ ભારે શક્તિશાળી અને ક્રુર કે નિર્લેપ ગ્રહ માનવામાં આવે છે. કર્મનો ભોગવટો કરાવવામાં તે કોઈ પણ પ્રકારની દયા-માયા રાખતો નથી. તેમાંયે તે જ્યારે વક્ર દ્રષ્ટિ કરે તો ભલભલાનું જીવન ભભૂકી ઉઠે છે. તે આગ બાળ્યા વગર રહેતી નથી. શનિની વક્ર દ્રષ્ટિ એટલી ખતરનાક હોય છે કે એક પછી એક અનેક પરેશાનીઓ ઘેરી વળે છે. તેમાં બાધા – આંખડી પણ કામમાં આવતી નથી. આજે અમે તમને જણાવીશું કે શનિની અશુભ નજર પડે તો શું થાય અને તેના પ્રભાવથી બચવા શું કરવું જોઈએ.

કેમ પડે છે શનિની અશુભ છાયા
વ્યક્તિ શનિની સાડાસાતી કે ઢૈયાના પ્રભાવમાં હોય.
વ્યક્તિ પર શનિની મહાદશા કે અંતરદશા ચાલતી હોય
કુંડલીમાં શનિ અશુભ ભાવમાંથી પસાર થતો હોય, કે પછી શનિ જ્યારે ત્રીજા, સાતમા અને દસમામાં ઘરમાં બેઠો હોય.

શનિની કેમ નિવડે છે અશુભ શું છે તે વિશેની કથા
શનિના લગ્ન ચિત્રરથ નામની યુવતી સાથે થઈ હતી. એકવાર શનિ દેવ તપમાં લીન હતા તે સમયે તેમની પત્ની મિલનની કામનાથી તેમની પાસે પહોંચી. ત્યારે શનિદેવ તપસ્યામાં એટલાં લીન હતા કે તેમનું ધ્યાન પત્નીની તરફ ગયું જ નહિં…. જેનાથી ક્રોધિત થઈને તેમની પત્ની ચિત્રરથે તેમને શાપ આપી દીધો કે તમે તમારી પત્નીને ક્યારેય પ્રેમથી નથી જોઈ. તેથી આજ પછી તમારી નજર જેની પર પડશે તેનો ખરાબ સમય શરૂ થઈ જશે. તે પછી શનિની છાયાને અશુભ માનવામાં આવે છે.

શનિની વક્ર દ્રષ્ટિ અને તેની અસર
વ્યક્તિ બીમાર થવા લાગે છે અને પગ સંબંધિત કોઈ બીમારી થવા લાગે છે.
પૈસાનું સતત નુકસાન થવા લાગે છે. કારણ વગરના ખોટાં ખર્ચા ચાલુ થઈ જાય છે.
કારણ વગરના ઘરમાં ઝગડાં અને અશાંતિ ચાલું થઈ જાય છે.
બનતા કામ બગડવા લાગે છે અને ઘર પર જો પાલતુ જાનવર હોય તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
ચીજો કે સોનું ખોવાઈ જાય છે. કે  પછી ચીજો તૂટવા લાગે છે.

શનિની વક્રી નજરથી બચાવ
હનુમાન ચાલીસાના પાઠ કરો.
પીપળના ઝાડ પાસે તેલનો દીવો કરો.
દરેક શનિવારે શનિદેવને તેલ ચઢાવો