Return of up to 40% in small-caps over the week amid strong grip
  • Home
  • Business
  • તેજીવાળાઓની મજબૂત પક્કડ વચ્ચે સપ્તાહમાં સ્મોલ-કેપ્સમાં 40% સુધીનું રિટર્ન

તેજીવાળાઓની મજબૂત પક્કડ વચ્ચે સપ્તાહમાં સ્મોલ-કેપ્સમાં 40% સુધીનું રિટર્ન

 | 8:10 am IST
  • Share

સેન્સેક્સમાં 2 ટકા સામે બીએસઈ મિડ-કેપ ઈન્ડેક્સ 3.3 ટકા અને સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં 2 ટકા વૃદ્ધિ નોંધાઈ

બીએસઈ-500 જૂથના 60થી વધુ નાના કાઉન્ટર્સે 10-40 %નો સુધારો દર્શાવ્યો

વિતેલા સપ્તાહના વિનર્સ

સ્ક્રિપ્સ                                                                          વૃદ્ધિ

બોરોસીલ રિન્યુએબલ્સ                                               40%

જીઓસીએલ કોર્પોરેશન                                               33%

એમએસટીસી                                                               30%

મહારાષ્ટ્ર સીમલેસ                                                        20%

નેટવર્ક 18                                                                     29%

આઈનોક્સ વિન્ડ                                                           29 %

સ્ક્રિપ્સ                                                                           વૃદ્ધિ

બોરોસીલ લિ.                                                                27%

સ્વેલેક્ટ એર્નિજ સિસ્ટમ                                                  23  %

ન્યૂલેન્ડ લેબોરેટરીઝ                                                      22%

વી2 રિટેલ                                                                      22%

સસ્તા સુંદર વેન્ચર્સ                                                        22  %

પ્રાઈમ ફેકસ                                                                   21%

શેરબજારમાં પૂરા થયેલા સપ્તાહ દરમિયાન બ્રોડ બેઝ તેજી જોવા મળી હતી. બેન્ચમાર્કસમાં 2 ટકાથી વધુ સુધારા વચ્ચે બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં પણ ભારે ખરીદી ચાલુ રહી હતી. બીએસઈ ખાતે સ્મોલ-કેપ સેગમેન્ટમાં 40 ટકા સુધીનું સાપ્તાહિક રિટર્ન જોવા મળ્યું હતું અને તેમણે લાર્જ-કેપ્સ સામે તીવ્ર આઉટપર્ફેર્મન્સ દર્શાવ્યું હતું.

બજારમાં સતત સાતમા સપ્તાહે મિડ અને સ્મોલ-કેપ્સમાં સુધારો આગળ વધ્યો હતો. બીએસઈ મિડ-કેપ અને સ્મોલ-કેપ બેન્ચમાર્ક્સ તેમની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યાં હતાં. જ્યારે બીએસઈ ખાતે 60થી વધુ કાઉન્ટર્સે 10-40 ટકા સુધીનો સાપ્તાહિક સુધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સ 1,246.89 પોઈન્ટ્સ અથવા 2.07ટકા ઊછળીને બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ મિડ-કેપ ઈન્ડેક્સ 3.3 ટકા અને સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2 ટકા સુધરીને બંધ આવ્યાં હતાં. મિડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં સતત સાતમા સપ્તાહ દરમિયાન સુધારો જળવાયો હતો.

સ્મોલ-કેપ્સમાં બોરોસિલ રિન્યુએબલ્સનો શેર 40 ટકા ઊછળી તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. કંપનીનો શેર શુક્રવારે 5 ટકા ઊછળી રૂ. 452.80ના સ્તરે બંધ રહ્યો હતો. રૂ. 72.50ના ર્વાિષક તળિયા સામે તે છ ગણો સુધારો દર્શાવી રહ્યો છે. કંપનીનો શેર સપ્તાહ દરમિયાન રૂ. 300 નીચેના સ્તરેથી સુધરતો જોવા મળ્યો હતો. જીઓસીએલ કોર્પોરેશનનો શેર સપ્તાહ દરમિયાન 33 ટકા ઊછળ્યો હતો. કંપનીનો શેર રૂ. 270ના સ્તરેથી ઊછળી સપ્તાહના અંતે રૂ. 365.85 પર બંધ રહ્યો હતો.

આ ઉપરાંત એમએસટીસી(30 ટકા), મહારાષ્ટ્ર સમીલેસ(30 ટકા), નેટવર્ક 18(29 ટકા), આઈનોક્સ વિન્ડ(29 ટકા), બોરોસિલ લિમિટેડ(27ટકા), સ્વેલેક્ટ એનર્જી સિસ્ટમ(23 ટકા), ન્યૂલેન્ડ લેબોરેટરીઝ(22 ટકા), વી2 રિટેલ(22 ટકા) અને સસ્તા સુંદર વેન્ચર્સ(22 ટકા)નો સાપ્તાહિક સુધારો દર્શાવી રહ્યાં હતાં. માર્કેટ નિરીક્ષકોના મતે વિતેલું સપ્તાહ અસાધારણ બની રહ્યું હતું. સામાન્યરીતે લાર્જ-કેપ્સમાં જ્યારે કરંટ હોય ત્યારે મિડ અને સ્મોલ-કેપ્સ સાઇડલાઇન રહેતાં હોય છે જ્યારે ગયા સપ્તાહે ટ્રેડર્સે તમામ સેગમેન્ટમાં ખરીદી જાળવી હતી.

જોકે બીજી બાજુ કેટલાંક મિડ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો. જેમાં શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ચંબલ ફ્ર્િટલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ, ન્યૂરેકા, બજાજ હિંદુસ્તાન સુગર, શ્રીરામ ઈપીસી, નઝારા ટેક્નોલોજિસ અને બીએલએસ ઈન્ટરનેશનલ ર્સિવસિસનો સમાવેશ થાય છે. આ તમામ કાઉન્ટર્સ સપ્તાહ દરમિયાન 10-18 ટકાની રેન્જમાં ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.

એનાલિસ્ટ્સના મતે આગામી સપ્તાહ બજાર માટે મહત્ત્વનું બની રહેશે. કેમ કે ટૂંકાગાળામાં તે ઓવરબોટ સ્થિતિમાં પહોંચ્યું છે. જેના કારણે કોન્સોલિડેશનનો તબક્કો જોવા મળી શકે છે. આ સ્થિતિમાં સ્મોલ-કેપ્સમાં એક કરેક્શન અપેક્ષિત છે. વેલ્યુએશન ઘણા ઊંચા જોવા મળી રહ્યાં છે. આમ ઊંચા સ્તરે પ્રોફ્ટિ બુકિંગ જોવા મળી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો