બ્લેક મની ડે: પેરેડાઈઝ પેપર્સનો પર્દાફાશ, દિગ્ગજ હસ્તિઓ સહિત 714 ભારતીયોના નામ - Sandesh
NIFTY 10,700.45 +0.00  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બ્લેક મની ડે: પેરેડાઈઝ પેપર્સનો પર્દાફાશ, દિગ્ગજ હસ્તિઓ સહિત 714 ભારતીયોના નામ

બ્લેક મની ડે: પેરેડાઈઝ પેપર્સનો પર્દાફાશ, દિગ્ગજ હસ્તિઓ સહિત 714 ભારતીયોના નામ

 | 9:03 am IST

ભારતમાં રૂ. 500 અને રૂ. 1000ની નોટો રદ કરવાના અવસરને એક વર્ષ પૂર્ણ થતાં  બ્લેક મની ડે મનાવવા અગાઉ જ ભારતના કાળા નાણાં ક્ષેત્રમાં ભૂકંપ સર્જાયો છે. જર્મનીના સમાચારપત્ર જીટોયચે સાઈટુંગના અહેવાલથી હાહાકાર મચી ગયો છે. આ જ સમાચાર પત્રે 18 મહિના અગાઉ પનામા પેપર્સનો ઘટસ્ફોટ કર્યો હતો.

ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિંગ જર્નાલિઝમ (આઈસીઆઈજે) સાથે મળી 96 મીડિયા ઓર્ગેનાઈઝેશને પેરેડાઈઝ પેપર્સ નામના દસ્તાવેજોનું પોસ્ટમોર્ટમ કર્યુ છે. તેમાં 1.34 કરોડ દસ્તાવેજનો સમાવેશ થાય છે. આ પેપર્સમાં લેભાગુ ફર્મ અને કંપનીઓને ખુલ્લી પાડવામાં આવી છે. આ પેઢીઓ અને કંપનીઓ વિશ્વભરમાં ધનિકો અને વગદાર લોકોને નાણાં વિદેશમાં મોકલવામાં મદદ કરે છે. કૌભાંડમાં  અનેક ભારતીય નેતાઓ, અભિનેતાઓ અને વેપાર-ઉદ્યોગસાહસિકોના નામનો સમાવેશ થાય છે.

મીડિયા અહેવાલ પ્રમાણે તેમાં 714 ભારતીયોનો સમાવેશ થાય છે અને વિશ્વભરના 180 દેશોની સંડોવણી છે. યાદીમાં ભારતનું સ્થાન 19મું છે. દસ્તાવેજોમાં મોટા ભાગે બર્મુડાની કાયદાકીય પેઢી એપલબોયના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. 119 વર્ષ જૂની  આ પેઢી વિદેશમાં કંપનીઓની સ્થાપના કરે છે અને તેના બેન્ક એકાઉન્ટની લેવડદેવડ સંભાળે છે.

એપલબોયનો બીજો સૌથી મોટો અસીલ એક ભારતીય કંપની છે. આ ભારતીય કંપની વિશ્વભરમાં 118 સહયોગી કંપની ધરાવે છે. એપબોયના ભારતીય અસીલો કેટલીક કંપનીઓ પણ છે, જે અનેકવાર ઈડી અને સીબીઆઈની ઝપટમાં આવેલી છે.

કેન્દ્રના નાગરિક ઉડ્ડયનપ્રધાન જયંતસિંહા અને બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના નામનો પણ પેરેડાઈઝ પેપરકાંડમાં સમાવેશ થાય છે. યાદી મુજબ બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન બર્મુડાની એક કંપનીના શેર ધરાવે છે. કેન્દ્રીયપ્રધાન જયંતસિંહા રાજકારણમાં આવ્યા તે અગાઉ ઓમિડ્યાર નેટવર્કમાં ભાગીદાર હોવાનું પેરેડાઈઝ પેપર્સમાં ખુલ્યું છે. ભાજપના રાજ્યસભાના સાંસદ આર.કે.સિંહાની કંપની એસઆઈએસ સિક્યોરિટીઝનો નામ પણ પેરેડાઈઝ પેપર્સમાં છે. આ જ પેપર્સમાં અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું પણ નામ છે. જોકે તેનો સમાવેશ જૂના નામ દિલનશી સાથે કરાયેલો છે.

પેરેડાઈઝ પેપર્સમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અબજોપતિ વેપારપ્રધાન વિલબર રોસ અને રશિયા સાથેના સંબંધ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના મુખ્ય ફંડરેઝરની ગુપ્ત લેવડદેવડ, ટ્વિટર અને ફેસબુકમાં રશિયન કંપનીઓના રોકાણ, ઈગ્લેન્ડના રાણી એલિઝાબેથ-2ના મેડિકલ અને કન્ઝયુમર લોન કપંનીઓમાં રોકાણ જેવી બાબતોનો પણ ઘટસ્ફોટ કરાયો છે.