Revealed about the accused in the high profile rape case in Vadodara
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરાના હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં આરોપીને લઈને થયો ખુલાસો

વડોદરાના હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં આરોપીને લઈને થયો ખુલાસો

 | 12:26 am IST
  • Share

વડોદરાના હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં રોજ અનેક ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે આરોપી અંગે સોથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પાવાગઢના પૂર્વ ટ્રસ્ટીએ આરોપીઓ ક્યાં છુપાયા છે તે અંગે ઘટસ્ફોટ કર્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી આ કેસમાં કેવી કેવી તપાસ થઈ તે પણ જોઈએ. વડોદરાના હાઈ પ્રોફાઈલ કેસમાં હરિયાણાની યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી રાજુ ભટ્ટને બચાવવામાં આવી રહ્યો છે.. પાવાગઢના પૂર્વ ટ્રસ્ટ્રી વિરલગિરી ગોસ્વામીએ આ ઘટસ્ફોટ કર્યો છે.. વિરલગીરીએ પાવાગઢ ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ પર ગંભીર આક્ષેપ કર્યો છે.  જેમાં તેણે આરોપી રાજુ ભટ્ટ સુરેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત ફાર્મ હાઉસ પર હોવાનો દાવો કર્યો છે. જે અંગે વિરલગીરીએ પોલીસ કમિશનર મેઈલ પણ કર્યો છે.. અને સુરેન્દ્ર પટેલના કોલ ડીટેલની નિષ્પક્ષ તપાસ કરાય તેવી માગ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો