Film 'Gali-Guliya' is Combination of Solid Acting and Beautiful Story
  • Home
  • Entertainment
  • Bollywood
  • Film Review: મજબુત અભિનય અને અદભુત કહાનીનું મિશ્રણ છે ફિલ્મ ‘ગલી-ગુલિયાં’

Film Review: મજબુત અભિનય અને અદભુત કહાનીનું મિશ્રણ છે ફિલ્મ ‘ગલી-ગુલિયાં’

 | 11:58 am IST

વર્ષ 2016માં દીપેશ જૈને ‘ઇન ધ શૈડોઝ’ નામની એક ફિલ્મ નિર્દેશિત કરી હતી. આ ફિલ્મ ઘણા ફેસ્ટિવલ્સમાં ગઈ અને ઘણી જગ્યાએ અલગ-અલગ એવોર્ડ્સ પણ જીતી હતી. આખરે ભારતમાં આ ફિલ્મ ‘ગલી-ગુલિયાં’નાં નામે રીલીઝ થઈ છે. મનોજ બાજપેયી અને નીરજ કબિએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નીભાવી હતી.

ફિલ્મની વાર્તા જુની દિલ્લીની ગલિયોથી શરૂ થાય છે જ્યાં ઇલેક્ટ્રિશિયન ખુદ્દૂસ (મનોજ બાજપેયી) રહે છે. તેની પડોશમાં હંમેશા એક પિતા (નીરજ કબિ) તેના દીકરા (ઓમ સિંહ)ને મારતો હોય છે. તે કોઇક રીતે તે બાળકની મદદ કરવા ઇચ્છે છે. તે સમય-સમયે પોતાના દોસ્ત (રણવીર શૌરી)ની મદદ લે છે, જે સાથે વાર્તામાં ઘણા પાસા ખૂલે છે. આખરે કયા કારણે ક્રુર પિતા પોતાના દીકરાને મારે છે અને શું આ હિંસાથી ખુદ્દૂસ તે બાળકને બચાવી શકશે? તે જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની વાર્તા અદભુત છે. ડાયરેક્શન પણ ગજબનું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે ઘણો સારો છે જે દર્શકને જકડી રાખે છે. મનોજ બાજપેયીએ ઇલેક્ટ્રિશિયનનું પાત્ર લાજવાબ રીતે ભજવ્યું છે. નીરજ કબિએ પણ ક્રુર પિતાનાં પાત્રમાં પ્રશંસનીય કામ કર્યું છે. આ ઉપરાંત ઓમ સિંહ, રણવીર શૌરી અને શહાના ગોસ્વામીનો અભિનય પણ ઉત્તમ છે. આ ટિપિકલ મસાલા ફિલ્મ નથી તેથી એક ખાસ ઑડિયન્સ જ આ ફિલ્મને જોવાનું પસંદ કરશે. આ ફિલ્મ અભિનય અને વાર્તાને કારણે યાદ રહી જાય તેવી છે. સારી ફિલ્મો જોવા ઇચ્છતા લોકોને આ ફિલ્મ પસંદ આવશે.