Revolt in Team India, players open front against Virat Kohli, complain to Jay Shah
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયામાં બળવો! જય શાહને ફરિયાદ બાદ વિરાટ કોહલીનો દાવ પડ્યો ઊંધો

ટીમ ઇન્ડિયામાં બળવો! જય શાહને ફરિયાદ બાદ વિરાટ કોહલીનો દાવ પડ્યો ઊંધો

 | 4:08 pm IST
  • Share

  • વિરાટ કોહલી વિરૂદ્ધ BCCI સેક્રેટરી જય શાહને ફરિયાદ
  • ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને વિરાટનું વલણ જરા પણ પસંદ નથી
  • BCCIએ લાંબા સમયથી કોહલી-શાસ્ત્રીની પાંખો કાપવાની યોજના બનાવી હતી

ક્રિકેટ જગતમાં તે સમયે હડકંપ મચી ગયો જ્યારે વિરાટ કોહલીએ એક ઇમોશનલ પોસ્ટ કરતા ટી-20 વર્લ્ડકપ બાદ ટી-20 ટીમનું કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી દીધી. આ નિર્ણય બાદ રિપોર્ટ આવી કે કોહલી ઇચ્છતો હતો કે રોહિતને વાઇસ કેપ્ટન પદેથી હટાવામાં આવે. જોકે આ દાવ ઉંધો પડી ગયો અને તેને દબાણમાં કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરવી પડી. હવે રિપોર્ટ આવી છે કે, કોહલીના એટીટ્યુડથી ખેલાડીઓ ખુશ નહતા અને કેટલાક સિનીયર ખેલાડીઓએ બીસીસીઆઇ સેક્રેટરી  જય શાહને આ અંગે ફરિયાદ કરી હતી.

જો રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ WTC ફાઇનલમાં હાર બાદ કોહલીએ ટીમમાં પોતાનું સન્માન ગુમાવી નાંખ્યુ છે. એક અગ્રણી અખબાર અુસાર, કોહલી નિયંત્રણ ગુમાવી રહ્યો છે. તેણે પોતાનું સન્માન ગુમાવી નાંખ્યું છે અને કેટલાક ખેલાડીઓને તેનું વલણ જરા પણ પસંદ નથી આવી રહ્યું. હવે તે એક પ્રેરણાદાયક લીડર નથી રહ્યો અને તે ખેલાડીઓનું સન્માન પણ કરતો નથી. ઘણી વખત તે પ્લેયર્સ સાથે સન્માનજનક વ્યવહાર કરતો નથી.

વિરાટના નિવેદનથી ખુશ ન હતી ટીમ

WTC ફાઇનલમાં બેટ્સમેનો સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા અને બોલિંગની સ્થિતિ પણ કંઇ ઠીક ન હતી. આ હાર બાદ કોહલીએ પોતાના નિવેદનમાં કહ્યું કે,’ખેલાડીઓની અંદર તે ઇરાદો અને જુસ્સો નહોતો.’ આ નિવેદનથી ટીમના ખેલાડીઓ ખુશ ન હતા. માત્ર આટલું જ નહીં, પ્રેક્ટિસ દરમિયાન કોહલીએ કોચની ઉપર પણ ઉસ્સો નીકાળ્યો હતો. જ્યારે કોચ તેઓને સલાહ આપી રહ્યા હતા તો તે ગુસ્સે થઇ કહ્યું- મને કનફ્યૂઝ ના કરો. આ મામલો ત્યારે પણ વધી ગયો જ્યારે કોહલી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મોટી ઇનિંગ રમી શક્યો નહીં.

મીડિયા રિપોર્ટ અનુસાર, ટીમની અંદરના કેટલાક ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે, કોહલી ઓફ ફિલ્ડમાં જરૂર પડતા પહોંચથી બહાર રહે છે, જ્યારે ધોનીના દરવાજા ટીમના ખેલાડીઓ માટે 24 કલાક ખુલ્લા રહતા હતા. પોતાની ઓળખ છૂપાવવાની શરતે બીસીસીઆઇના પૂર્વ અધિકારીએ કહ્યું,’બીસીસીઆઇ સચિવ જય શાહને આ તમામ વસ્તુ વિશે ટીમના નજીકના લોકોના માધ્યમથી જાણકારી આપવામાં આવી અને તેમને આ પસંદ ન આવ્યું. શાહે અન્ય અધિકારીઓ પાસેથી પણ સલાહ લીધી હતી. કેટલાક ખેલાડીઓનો સંપર્ક પણ કરવામા આવ્યો હતો અને તેમની પાસેથી પણ સલાહ લેવામાં આવી હતી.’

આ કારણે ધોનીને બનાવાયો મેંટોર

તેમણે કહ્યું,“બીસીસીઆઈ લાંબા સમયથી કોહલી-શાસ્ત્રીની પાંખો કાપવાની યોજના બનાવી રહ્યું હતું અને તેની શરૂઆત ધોનીને માર્ગદર્શક (જેની કોહલીને પણ ખબર ન હતી) અને રવિચંદ્રન અશ્વિનને ટી-20 ટીમમાં નિમણૂક કરવા સાથે કરવામાં આવી હતી. જો અશ્વિનને તેના અનુભવ છતાં તાજેતરમાં સમાપ્ત થયેલી ટેસ્ટ શ્રેણીમાં તક આપવામાં આવી ન હતી, તો આ બધી બાબતોએ અધિકારીઓને અમુક સમયે નાખુશ અથવા ગુસ્સે કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો