Rhea Chakraborty Accusation On Sushant Singh Rajput
  • Home
  • Entertainment
  • Bollywood
  • જામીન મેળવવા માટે રિયાએ ખેલ્યો નવો દાવ, સુશાંત સિંહ રાજપૂત પર લગાવ્યા સણસણતા આરોપ

જામીન મેળવવા માટે રિયાએ ખેલ્યો નવો દાવ, સુશાંત સિંહ રાજપૂત પર લગાવ્યા સણસણતા આરોપ

 | 4:11 pm IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર મુંબઈ હાઈકોર્ટમાં થનારી સુનાવણી ભારે વરસાદના કારણે મંગળવારના ટળી ગઈ. મંગળવાર રાતથી જ મુંબઈમાં ભારે વરસાદના કારણે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રજાની જાહેરાત કરી દીધી. આ પહેલા તેના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતુ કે, જસ્ટિસ સારંગ કોટવાલની અધ્યક્ષતાવાળી પીઠની સામે આ અરજી સુનાવણી માટે બુધવારના થશે.

ત્રણ કેન્દ્રિય એજન્સીઓ પર ‘વિચહંટિંગ’નો આરોપ લગાવ્યો 

રિયાના વકીલે જણાવ્યું કે, હવે તેમના કેસની સુનાવણી ગુરૂવારના થશે. ઉલ્લેખનીય છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ 9 સપ્ટેમ્બરના રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. અભિનેત્રી રિયા ચક્રવર્તીએ મુંબઈની જેલમાં 2 અઠવાડિયા બાદ જામીન માટે પોતાની બીજી અરજીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સહિત ત્રણ કેન્દ્રિય એજન્સીઓ પર ‘વિચહંટિંગ’નો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે એજન્સીઓ પાસે તેની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. રિયાએ અરજીમાં આરોપ લગાવ્યો છે કે, ‘સુશાંત સિંહ રાજપૂતે પોતાની ડ્રગ્સ આદતને ચાલું રાખવા માટે નજીકના લોકોનો લાભ ઉઠાવ્યો.’

સુશાંતે તેના સૌથી નજીકના લોકોનો ફાયદો ઉઠાવ્યો?

અરજીમાં રિયાએ કહ્યું કે, ‘એ સ્પષ્ટ છે કે સુશાંત સિંહ રાજપૂત એકલો ડ્રગ્સ લેતો હતો અને તે પોતાના સ્ટાફ મેમ્બર્સને આની ખરીદી માટે કહેતો હતો. જો સુશાંત આજે જીવતો હોત તો તેના પર ઓછી માત્રામાં ડ્રગ્સ લેવાનો આરોપ લાગ્યો હતો જે એક વર્ષની કેદ સાથે જમાનત સજા હોય છે.’ રિયા ચક્રવર્તીએ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતે તેના ભાઈ, તેને અને પોતાના ઘરના કર્મચારીઓનો પોતાની ડ્રગ્સની આદતોને આસાન બનાવવા માટે પોતાના સૌથી નજીકના લોકોનો ફાયદો ઉઠાવ્યો.’

રિયા વધુ 14 દિવસ રહેશે જેલમાં

બીજી તરફ એનડીપીએસ અદાલતે રિયાના જામીન અરજી ફગાવતા તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે. વિશેષ અદાલતે મંગળવારના અભિનેત્રીની ન્યાયિક કસ્ટડીનો સમયગાળો 6 ઑક્ટોબર સુધી વધાર્યો છે. સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાની સાથે એનસીબીએ શૌવિકની 5 સપ્ટેમ્બરના દિવંગત અભિનેતા માટે માદક દ્રવ્ય મેળવવા અને તેના માટે પૈસા આપવાના આરોપમાં ધરપકડ કરી હતી.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદના દાણીલીમડામાં સ્થાનિકોમાં રોષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન