rhea chakraborty in new pic says Never Give up a-slogan-cap
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પોતાને જ હિમ્મત આપતી નજર આવી રિયા ચક્રવર્તી, તસવીર શેર કરી લખ્યુ કે…

પોતાને જ હિમ્મત આપતી નજર આવી રિયા ચક્રવર્તી, તસવીર શેર કરી લખ્યુ કે…

 | 11:52 am IST
  • Share

બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયાથી અંતર રાખી રહી હતી. હવે ફરી એકવાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. તે દરરોજ કેટલીક પોસ્ટ્સ શેર કરતી રહે છે. 27 ઓગસ્ટ 2020 પછી, રિયાએ માર્ચ 2021 ​​રોજ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. હવે રિયાએ એક પિક્ચર શેર કર્યું.

આ તસવીર સાથે તેણે હાર ન માનવાનો મેસેજ આપ્યો છે. રિયા ચક્રવર્તી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ તસવીર શેર કરી છે જેમાં રિયા ચક્રવર્તી ગાર્ડનમાં સુતી છે. તસવીરમાં રિયાનો ચહેરો દેખાઈ રહ્યો નથી, તેણે કેપ પહેરી હતી તેણે તેનો અડધો ચહેરો કેપથી છુપાવી રાખ્યો છે. આ ટોપી દ્વારા જ તેમણે વિશેષ સંદેશ આપ્યો છે. રિયાની આ કેપ પર લખ્યું છે કે નેવર ગીવ અપ એટલે કે હાર ન માનો.

આ પહેલા અભિનેત્રીએ પોતાના ખરાબ અને મુશ્કેલ દિવસોને યાદ કરીને એક પોસ્ટ શેર કરી હતી. તેણે આ પોસ્ટમાં સ્પષ્ટ રીતે કંઇ કહ્યું નથી, પરંતુ અભિનેત્રીની પોસ્ટને જોતા, અનુમાન લગાવી શકાય છે કે તેણી તેના મુશ્કેલ તબક્કા અને તેમાંથી બહાર નીકળવાની પ્રક્રિયાને યાદ કરી રહી છે. 

અભિનેત્રી તેની પોસ્ટમાં એવું લખ્યું છે કે જે કંઇ પણ બન્યું છે અને તમારા કઠિન દિવસોમાં બન્યું નથી, તમે અહીં આવ્યા છો અને તે એક સુંદર અને બહાદુર વસ્તુ છે મારા મિત્ર. આ પોસ્ટ દ્વારા રિયાએ તેના મુશ્કેલ દિવસો વિશે જણાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે તેણે બહાદુરીની વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન