Photos: Rhea Chakraborty Met Farhan Akhtar And Shibani Dandekar
  • Home
  • Featured
  • Photos: સુશાંતનાં મોત બાદ પહેલીવાર આ અભિનેતાનાં ઘરે પહોંચી રિયા, તસવીરો વાયરલ

Photos: સુશાંતનાં મોત બાદ પહેલીવાર આ અભિનેતાનાં ઘરે પહોંચી રિયા, તસવીરો વાયરલ

 | 10:56 am IST

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બોલીવુડ એભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે પોલીસે લાંબી પુછપરછ કરી હતી. પોલીસે અનેક કલાકો સુધી અભિનેત્રી સાથે પુછપરછ કરી હતી. હવે આ પુછપરછ બાદ રિયા પહેલીવાર પોતાના ઘરેથી નીકળી છે. રિયા ચક્રવર્તીને બાંદ્રામાં ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરની સાથે જોવામાં આવી. બંને ફરહાન અખ્તરનાં ઘર પર સાથે પહોંચી હતી.

સોશિયલ મીડિયા પર રિયાની આ તસવીરો વાયરલ છે. તસવીરોને જોઈ શકાય છે કે શિબાની ખુદ રિયાને લઇને આવી છે. ફોટોમાં શિબાની એક તરફ ગાડી ચલાવી રહી છે, તો રિયા પેસેન્જર સીટ પર બેઠી છે. આ મુલાકાતનું કારણ અત્યારે સ્પષ્ટ નથી. વાયરલ થઈ રહેલી તસવીરોમાં રિયા સફેદ રંગનાં સલવાર-કમીઝમાં જોવા મળી રહી છે અને તેના ચહેરા પર માસ્ક છે.

શિબાનીએ સફેદ કલરનું ટૉપ અને વાદળી કલરનું જીન્સ પહેર્યું છે. સુશાંતનાં મોત બાદ રિયાની આ પહેલી મુલાકાતે ઘણી જ ચર્ચા જગાવી છે. એ વાત તો સૌને ખબર છે કે રિયા અને શિબાની ખાસ દોસ્ત છે. આવામાં બંનેનું મળવું ચર્ચામાં છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે રિયા અને શિબાની ડિનો મોરિયાને પણ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનનાં આત્મહત્યા કરી હતી.

આ વિડીયો પણ જુઓ: કોરોના સંક્રમણને નાથવા તૈયારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન