rhea chakraborty shares an inspirational quote Bollywood
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેત્રી રિયા ચક્રવર્તીને યાદ આવ્યા મુશ્કેલ દિવસો, કહ્યુ કે જે પણ થયુ..

અભિનેત્રી રિયા ચક્રવર્તીને યાદ આવ્યા મુશ્કેલ દિવસો, કહ્યુ કે જે પણ થયુ..

 | 11:05 am IST
  • Share

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ, જેલમાં ગઈ અને લોકોએ તેને જુઠ્ઠી ધોખેબાજ કહી. રિયા ચક્રવર્તીનું જીવન ધીમે ધીમે પાટા પર ફરી ચડી રહ્યુ છે. રિયા ચક્રવર્તી હવે ધીરે ધીરે સોશિયલ મીડિયા પર સક્રિય થઇ છે. 27 ઓગસ્ટ 2020 પછી, રિયાએ માર્ચ 2021 ના ​​રોજ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. તાજેતરમાં, તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની પોસ્ટમાં, રિયા ‘મુશ્કેલ દિવસો’ની વાત કરી રહી છે.

અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું છે કે જે કંઇ પણ બન્યું છે કઠિન દિવસોમાં મજબુત બનતા શીખવ્યુ. આ સાથે તેણે બહાદુરીની પણ વાત કરી. જોકે અભિનેત્રીએ સ્પષ્ટતા નથી કરી કે તે કોની વાત કરે છે. પરંતુ પ્રશંસકોને અભિનેત્રીની આ પોસ્ટ ખૂબ પસંદ આવી છે. અભિનેત્રીએ લખ્યુ કે તારી સાથે જે પણ થયુ દોસ્ત તે બહાદુરી સાથે કામ કર્યુ.

આ પહેલા રિયા ચક્રવર્તીએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કેટલાક શેરીના શ્વાનને ખવડાવતી જોવા મળી હતી. વીડિયોમાં રિયા ચક્રવર્તી ઘણા બધા શ્વાન સાથે દેખાઇ હતી અને શ્વાનને ખવડાવતી હતી. વીડિયોમાં રિયા સફેદ અને બ્લુ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. વીડિયો શેર કરતી વખતે રિયાએ કેપ્શનમાં લખ્યું હતું, ‘પપી લવ’.

થોડા સમય પહેલા અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના બાળપણની તસવીર શેર કરી હતી. રિયા તેની આ તસવીર શેર કરી પોસ્ટ પણ લખી હતી. અભિનેત્રીએ લખ્યું છે કે, “અને બસ એમ જ … તેણે તોફાનનો સામનો કર્યો, કારણ કે ખરેખર સવાર પડતા પહેલા તે હંમેશા અંધારૂ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન