rhea chakraborty then and now picture will leave you in shock
  • Home
  • Featured
  • Photos: 12 વર્ષ પહેલા આવી દેખાતી હતી રિયા ચક્રવર્તી, જુની તસવીરો જોશો તો ઓળખી પણ નહી શકો

Photos: 12 વર્ષ પહેલા આવી દેખાતી હતી રિયા ચક્રવર્તી, જુની તસવીરો જોશો તો ઓળખી પણ નહી શકો

 | 8:30 am IST

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અનેક બાબતો સામે આવી રહી છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી આ સમગ્ર મામલામાં આરોપોમાં ઘેરાઇ ચુકી છે તો બીજી તરફ રિયા કહે છે કે તે નિર્દોષ છે અને ટૂંક સમયમાં સત્ય સામે આવશે. રિયા ચક્રવર્તી બોલિવૂડમાં કામ માટે સંઘર્ષ કરતી હોય તેવી અભિનેત્રી છે. અત્યાર સુધી રિલીઝ થયેલી તેની તમામ ફિલ્મો ફ્લોપ થઈ ગઈ છે.

આમ છતા રિયા તેની લક્ઝરી લાઇફસ્ટાઇલના કારણે વિવાદોમાં ફસાઇ છે. સુશાંતના પ્રશંસકો અને તેના પરીવાર વાળાનો આરોપ છે કે સુશાંતની કમાણીને રિયા પાણીની જેમ વેડફતી હતી. હાઈ પ્રોફાઇલ લાઇફ જીવતી હતી.

રિયા શરૂઆતમાં આવી ત્યારે અને અત્યારે તેનો લુક જોશો તો તમને જમીન આસમાનનો ફર્ક દેખાશે. રિયાએ તેનો મેકઓવર કરાવ્યો હતો. રિયા ચક્રવર્તીએ કારકીર્દિની શરૂઆત 2009માં ટીવી પર એમટીવી રિયાલિટી શો ટીવીએસ સ્કૂટી Teen Divaથી કરી હતી. ત્યારબાદ તે એમટીવી પર ઘણા શો હોસ્ટ કરતી જોવા મળી હતી.

રિયા આયુષ્માન ખુરાના સાથે મ્યુઝિક આલ્બમ ‘ઓ હીરિયે’માં પણ જોવા મળી હતી. રિયાનું નામ આદિત્ય રોય કપુર સાથે પણ સંકળાયેલું છે. બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળતા હતા. રિયાએ બોલિવૂડમાં પોતાના અભિનય કારકીર્દિની શરૂઆત ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’ થી કરી હતી. ત્યારબાદ રિયાએ હિન્દી ફિલ્મ સોનાલી કેવલ અને મહેશ ભટ્ટની ફિલ્મ જલેબીથી ચર્ચામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન