rhea chakraborty took names sara ali khan in ncb interrogation
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહ કેસ રિયાએ પ્રખ્યાત અભિનેત્રી સહિત કર્યા મોટા નામોનો ખુલાસો, NCB કસશે ગાળીયો

સુશાંત સિંહ કેસ રિયાએ પ્રખ્યાત અભિનેત્રી સહિત કર્યા મોટા નામોનો ખુલાસો, NCB કસશે ગાળીયો

 | 8:46 am IST

સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBએ કરેલ રિયા ચક્રવર્તીની પુછપરછમા આશ્ચર્ય પમાડે તેવા નામો સામે આવ્યા છે. રિયાએ ખુલાસો કર્યો છે જેમાં બોલિવૂડના મોટા માથા ગણાતા 25 લોકોના નામ રિયાએ આપ્યા છે. ડ્રગ્સ મામલે એક પછી એક ખુલાસાઓ સામે આવતા આ કેસ વધારે ગુંચવાયો છે. સુશાંત કેસમાં પહેલા જ મોટા ગુંચવાડા હતા હવે વધારે આંટી ધુટી થઈ રહી છે. રિયાએ 25 મોટા નામ આપ્યા છે જે ડ્રગ્સ પાર્ટી કરતા હતા જેમાંથી કેટલાક નામોનો ખુલાસો થઇ ચુક્યો છે.

રિયાએ ડિઝાઇનર સિમોન ખંભાતાનું નામ આપ્યુ
NCBની પુછપરછમાં રિયાએ ડિઝાઇનર સિમોન ખંભાતાનું નામ આપ્યુ છે. સ્પષ્ટ વાત એ છે કે આ કેસ ખુબજ હાઇપ્રોફાઇલ હોવાથી NCB પહેલા સબુત એકઠા કરશે અવે ત્યારબાદ કાર્યવાહી કરશે.

સુશાંત કેસમાં પહેલા જ સારા અને સિમોનના નામ આવ્યા છે
સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને સિમોન ખંભાતાની વાત કરીએ તો થાઇલેન્ડની યાત્રામાં સુશાંત સાથે સારાનું નામ આવ્યુ હતુ. સિમોનનું નામ રિયાની ડ્રગ ચેટમાં લેવામાં આવ્યુ હતુ અને રિયાએ રકુલપ્રીત સિંહનું નામ NCBની પુછપરછમાં લીધુ છે.

NCBએ જણાવ્યુ ડ્રગ્સ રેકેટમાં મોટા માથા
NCBએ કોર્ટમાં જણાવ્યુ છે કે રિયાની સઘન પુછપરછમાં મોટા નામ હાથમાં આવ્યા છે. NCBએ એક કાચો ફરમો તૈયાર કર્યો છે. જેમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવશે આ મામલે ડ્રગ્સ ક્યાંથી આવતુ હતુ ક્યા સપ્લાઇ થતુ હતુ કોણ કોણ હતા તે તમામ અંગે બારીકાઇથી તપાસ થઈ રહી છે.

NCB કરી રહી છે તૈયારી
NCB હવે આ કેસમાં કોઇ કસર છોડવા માંગતુ નથી. તે આ મામલે ડોઝિયર તૈયાર કરી રહી છે ડોઝિયર એટલે તમામ પુરાવાઓ જેમાં કાગળથી લઇને ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ થઇ શકે તે તમામ સામાન અને પુરતા સબુત. આ ડોઝિયર સાથે NCB આગળનો એક્શન પ્લાન તૈયાર કરશે.

આ વીડિયો જુઓ: રિયાની 3 દિવસમાં 20 કલાકની પૂછપરછ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન