rhea chakrabortY wanted to buy hotel private jet video
  • Home
  • Featured
  • PHOTOS: કોર્ટના ચક્કર લગાવનારી રિયાના શોખ તો જુઓ, ટાપુ-પ્રાઈવેટ જેટ-મોટી મોટી હોટલો…

PHOTOS: કોર્ટના ચક્કર લગાવનારી રિયાના શોખ તો જુઓ, ટાપુ-પ્રાઈવેટ જેટ-મોટી મોટી હોટલો…

 | 4:02 pm IST

કોર્ટના નિર્ણાયક ચૂકાદાની રાહ જોતા રિયા ચક્રવર્તીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિયા હોટલ અને પ્રાઈવેટ જેટ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. વાયરલ થઈ રહેલા આ જૂના વીડિયોમાં રિયાએ તેની ઈચ્છાની યાદી જાહેર કરી હતી. રિયા કહે છે-મારે ટાપુઓ, પ્રાઈવેટ જેટ અને હોટલ ખરીદવી છે. મને હોટલો બહુ ગમે છે.

રિયા તેની બધી ઇચ્છાની યાદી જણાવીને હસવા લાગે છે. પરંતુ આવા મોટા મોટા સપના જોનારને ક્યા ખબર હતી કે એક દિવસ આ રીતે કોર્ટના ચક્કર લગાવવા પડશે. સુશાંતના પિતાએ રિયા સામે એફઆઈઆર નોંધાવી છે અને બિહાર પોલીસને એ છેતરપિંડીની તપાસ કરવાનું કહ્યું છે. તેણે રિયા પર આરોપ લગાવ્યો હતો કે રિયા સુશાંતના પૈસા પર નજર રાખી રહી હતી અને તેના ખાતામાંથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન