Rhea Chakraborty's audition video on 'Pinky Hai Paise Walon Ki' viral
  • Home
  • Featured
  • ‘કેશ ચાહિયે મુજે કેશ ચાહિયે’ ગીત પર રિયા ચક્રવર્તીએ કર્યો ડાન્સ, વીડિયો પ્રકાશની ગતિએ વાયરલ

‘કેશ ચાહિયે મુજે કેશ ચાહિયે’ ગીત પર રિયા ચક્રવર્તીએ કર્યો ડાન્સ, વીડિયો પ્રકાશની ગતિએ વાયરલ

 | 9:45 pm IST

હાલમાં રિયાનું નામ ચારેકોર ચર્ચાઈ રહ્યું છે. તેને ડ્રગ્સ મામલે જેલભેગી કરવામાં આવી છે, એ વચ્ચે રિયા ચક્રવર્તીનો જૂનો ઓડિશન વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 2013નો છે. વીડિયોમાં રિયા પ્રિયંકા ચોપરાના ‘ઝંજીર’ ફિલ્મનુ ગીત ‘પિંકી હૈ પૈસે વાલો કી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રિયાએ તે જ વર્ષે ‘મેરે ડેડ કી મારુતિ’ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

‘કેશ ચાહિયે મુઝે કેશ ચાહિયે’ ગીત પર ડાન્સ કરતી રિયાને જોઈ શકાય છે કે બ્લેક ટી-શર્ટ પર મિકી માઉસ છાપીને અને ફાટેલું જીન્સ પહેરીને તે નાચી રહી છે. ગીતના અંતમાં રિયા ભાંગડા કરતી પણ જોવા મળી રહી છે. રિયાએ આખા ગીત દરમિયાન તેના ચહેરા પર એક હાસ્ય પણ રાખ્યું હતું. ત્યારે હાલમાં રિયા પર ચિંતાના વાદળો ધેરાતાં જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન