rhino went for inspection in lockdown video will shock you
  • Home
  • Featured
  • VIDEO: આ શખ્સને લોકડાઉનમાં આંટાફેરા કરવાનો ભારે શોખ હતો, ગેંડાએ જવાબ આપતાં પરસેવો છૂટી ગયો!

VIDEO: આ શખ્સને લોકડાઉનમાં આંટાફેરા કરવાનો ભારે શોખ હતો, ગેંડાએ જવાબ આપતાં પરસેવો છૂટી ગયો!

 | 4:31 pm IST

કોરોના વાયરસને કારણે અડધાથી વધુ વિશ્વ લોકડાઉન હેઠળ છે. આવી સ્થિતિમાં પ્રકૃતિમાં ઘણા બધા ફેરફારો થયા છે. લોકોના ઘરોમાં સુંદર પક્ષીઓ આવવા લાગ્યા. હાથી પણ શેરીઓમાં આવી ગયા. મોર પણ રસ્તાઓ પર નાચવા લાગ્યા. આ દરમિયાન એક અન્ય વીડિયો સામે આવ્યો છે. તેમાં ગેંડો રસ્તા પર ચાલતો જોવા મળ્યો છે.

આઈએફએસ અધિકારી પ્રવીણ કાસવાએ આ વીડિયોને તેના ટ્વિટર પર શેર કર્યો છે. શેર કરીને લખ્યું કે- તો આ ગેંડાઓએ વિચાર્યું કે હવે વસ્તુઓ તેણે તેના હાથમાં લઈ લેવી જોઈએ. ગેંડા આ રીતે જંગલની બહાર આવતા રહે છે. લોકડાઉન વિના પણ.

45 સેકન્ડના આ વીડિયોમાં એકલો ગેંડો શેરીમાં ચાલી રહ્યો છે. આખું બજાર બંધ છે. એક-બે લોકો આગળ જઇ રહ્યા છે. જેવો જ ગેંડો એને જોવે કે તરત તેમની તરફ દોડે છે. પેલા લોકો તરત ભાગી જાય છે. પછી ગેંડો તેના માર્ગ પર આગળ વધે છે. તો જુઓ આ સરસ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન