richa chadda facing casting couch she lost many projects
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ‘મને ટચ કરીનેે એણે કહ્યું કે આપણે…’ અભિનેત્રીએ શેર કર્યો કાસ્ટિંગ કાઉચનો અનુભવ

PHOTOS: ‘મને ટચ કરીનેે એણે કહ્યું કે આપણે…’ અભિનેત્રીએ શેર કર્યો કાસ્ટિંગ કાઉચનો અનુભવ

 | 1:57 pm IST

બોલિવૂડ અભિનેત્રી ઋચા ચઢ્ઢા એકવાર ફરી ચર્ચામાં છે. તેણે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો હતો. તેને જે રીતે સામનો કરવો પડ્યો હતો તેનો ઉલ્લેક કરતા બધી વાત જણાવી હતી. અભિનેત્રીએ કહ્યું કે, હું કેટલીય વાર લોકોનો ઈશાનો સમજી નહોતી શકતી. કારણ કે ત્યારે હું ખુબ યંગ હતી અને વધારે સમજ ના પડતી.

આગળ વાત કરતાં જણાવ્યું કે, કેટલીય વાર લોકોના ઈશારા મને ન સમજાતા. કારણ કે ત્યારે મને વધારે ખબર ન પડતી. થોડી આવી સમજ ઓછી હતી. એક વખત એક માણસ મારી પાસે આવ્યો અને કહ્યું કે આપણે ડિનર કરવું જોઈએ. ત્યારે હું સમજી ન શકી કે મારે શું જવાબ આપ્યો અને મે કહ્યું કે મે જમી લીધું છે. ડિનરનું આખુ મેનું બતાવીને જ્યારે એ શખ્સે મને ટર કરીને કહ્યું કે આપણે ડિનર કરવું જોઈએ ત્યારે મને ખબર પડી કે શું કહેવા માગે છે.

આ સિવાય ઋચાએ એ પણ ખુલાસો કર્યો કે તેને એક વખત ઋતિક રોશનની મા બનવાનો રોલ ઓફર કરવામાં આવ્યો. આ વાત પર તે ખુબ નારાજ થઈ અને સાથે સાથે તેણે કાસ્ટિંગ ડાયરેક્ટરને ક્યારેય બીજી વાર જવાબ જ ન આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન