Richa Chaddha Seeks Help of Psychiatrist
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘લવ સોનિયા’માં સેક્સ વર્કર બનેલી રિચા ચઢ્ઢાને સાયકિયાટ્રિસ્ટની લેવી પડી મદદ, જાણો કેમ?

‘લવ સોનિયા’માં સેક્સ વર્કર બનેલી રિચા ચઢ્ઢાને સાયકિયાટ્રિસ્ટની લેવી પડી મદદ, જાણો કેમ?

 | 12:11 pm IST

‘લવ સોનિયા’ ફિલ્મની અભિનેત્રી રિચા ચઢ્ઢા જણાવે છે કે આ ફિલ્મની અસર તેના મગજ પર થઈ હતી. આ કારણે તેને સાયકિયાટ્રિસ્ટની મદદ લેવી પડી હતી. ફિલ્મમાં રિચા એક સેક્સ વર્કરની ભૂમિકામાં છે. તબ્રેજ નુરાનીનાં દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મની વાર્તા એવી છોકરીઓની છે જેમને હ્યૂમન ટ્રાફિકિંગ અને પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલવામાં આવે છે. આ ફિલ્મમાં કામ કરતા દરમિયાન અભિનેત્રી રિચા ચઢ્ઢા ઘણી જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી.

અભિનેત્રી કહે છે કે, “આ પ્રકારની ફિલ્મો માટે કાસ્ટ ઘણી જ જરૂરી છે. આ ફિલ્મ પૂર્ણ કર્યા બાદ મારે સાયકિયાટ્રિસ્ટની મદદ લેવી પડી હતી. આ ફિલ્મે મને ઘણી જ પ્રભાવિત કરી હતી જેની ઊંડી અસર મારા પર પડી હતી. એક માણસ બીજા માણસ સાથે શું કરી શકે છે તે જાણીને હું ચોંકી ગઈ હતી. ફિલ્મનાં રિસર્ચ દરમિયાન હું ઘણી છોકરીઓને મળી હતી. મે તેમની વાર્તા સાંભળી હતી. આ બધુ મારા માટે ચોંકાવનારું હતુ. એક ઘરમાં 7 બાળકો હતા. આવામાં તેના મા-બાપે પોતાની સૌથી મોટી દીકરીને 40 હજાર રૂપિયામાં વેચી દીધી હતી. તેમને લાગ્યું કે આ છોકરી શહેર જઇને કોઇ કામકાજ કરશે, તેઓ આ વિશે નહોતા જાણતા. કેટલીક છોકરીઓ તેમના સંબંધીઓ મારફતે ત્યાં પહોંચી. એમાં પણ એક છોકરીની સ્ટોરી ઘણી જ ચોંકાવનારી હતી. તે મંદિરમાં રમી રહી હતી. આ દરમિયાન પૂજારીએ તેનો રેપ કર્યો હતો, ત્યારબાદ જ્યારે તે પ્રેગ્નેન્ટ થઈ તો ગામનાં લોકોએ તેને ઘણું ખરું-ખોટું કહ્યું હતુ. આમાં તેના માતા-પિતા પણ સામેલ હતા. ત્યારબાદ તે છોકરીનો 6-7 મહિનામાં ઘણીવાર રેપ થયો. આ બધી વાતો ચિંતિત કરનારી હતી.”

રિચા કહે છે કે, “પહેલા આ ફિલ્મ કરવાની મે ના કહી દીધી હતી, પરંતુ જ્યારે હું તબ્રેજને મળી તો મને અહેસાસ થયો કે તે જેન્યુઅન છે અને આમાં કંઇ જ ચીપ નહી હોય. સાચુ કહું તો પ્રોસ્ટિટ્યૂશન અને હ્યૂમન ટ્રાફિકિંગની ઘણી સ્ક્રિપ્ટ મારી પાસે આવી છે, પરંતુ આ સ્ક્રિપ્ટે મારી પર જે પ્રભાવ છોડ્યો છે તે હું જણાવી શકું તેમ નથી.”