કડીઃ ડમ્પરે રીક્ષાને ટક્કર મારતા પિતા-પુત્ર સાથે ૩નાં મોત, ૫ ઇજાગ્રસ્ત - Sandesh
  • Home
  • Gujarat
  • કડીઃ ડમ્પરે રીક્ષાને ટક્કર મારતા પિતા-પુત્ર સાથે ૩નાં મોત, ૫ ઇજાગ્રસ્ત

કડીઃ ડમ્પરે રીક્ષાને ટક્કર મારતા પિતા-પુત્ર સાથે ૩નાં મોત, ૫ ઇજાગ્રસ્ત

 | 9:18 pm IST

કડીના દીઘડી નજીક કડી તરફથી આવી રહેલા ડમ્પર ચાલકે રીક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષા ચાલક સાથે તેના પુત્ર સાથે ૩ના મોત નિપજતા પંથકમાં ચકચાર ફેલાઇ જવા પામી હતી.ડમ્પર ચાલકે અકસ્માત કરતા ત્રમ્પર મુકી ભાગી છુટતા તેને ઝડપી પાડવા પોલીસ મથામણ કરી રહી છે.જ્યારે કડી પોલીસે ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કડીના અગોલના વતની અને જોટાણા તાલુકાના મેમદપુર ખાતે રહી રીક્ષા ચાલાવી પરિવારનું ગુજરાન ચલાવતાજાદવ ઉમરભાઇ અલુભાઇ રવિવારે સાંજે પોતાની રીક્ષા જીજે-૦૧-સીવી-૮૩૦૨ લઇ મેમદપુરથી અગોલ જવા તેમના ૧૭ વર્ષીય પુત્ર સાહિલ સાથે નિકળ્યા હતા અને રસ્તામાંથી મુસફરો ભરી દીઘડી નજીક પસાર થતા કડીથી માતેલા સાંઢની જેમ બેફામ આવતા ડમ્પર જીજે-૦૨-ઝેડ-૬૦૪૦ના ચાલકે રીક્ષાને જોરદાર ટક્કર મારતા રીક્ષામાં ચિચયારી ગુંજી ઉઠી હતી.ડમ્પર ચાલકે રીક્ષાને ટક્કર મારતા ડમ્પર મુકી ભાગી છુટયો હતો.રીક્ષા ચાલક સહિત રીક્ષામાં સવાર આઠ જેટલા ઇસમો ગંભીર ઇજાગ્રસ્ત હાલતમા કડી ખાતે સારવાર અર્થે લાવવામાં આવતા રીક્ષા ચાલક ઉમરભાઇ સહિત પુત્ર સાહિલ અને રબારી પ્રેક્ષિતનું મૃત જાહેર કર્યા હતા.કડી પોલીસે ફરાર ડમપર ચાલક વિરુધ્ધ ગુનોં નોધી ફરાર ડમપર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે કડીના આદુંદાર,થોળ,કલ્યાણપુરા,નંદાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ખાણ-ખનીજ વિભાગની રહેમ નજર નીચે બેફામ માટી ખનન ચાલી રહયું છે.આ માટી ખનનમાં ડમપર ચાલકો બેફામ રીતે ડમ્પરો હંકારી વારંવાર આવા અકસ્માતો સર્જાતા લોકોમાં પણ ડમ્પર ચાલકો વિરુધ્ધ રોષ સાથે ફીટકારની લાગણી ફેલાવા પામી છે.