મહેસાણામાં રીક્ષા ચાલકને માર મારવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોની હડતાળ - Sandesh
  • Home
  • Gujarat
  • મહેસાણામાં રીક્ષા ચાલકને માર મારવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોની હડતાળ

મહેસાણામાં રીક્ષા ચાલકને માર મારવાના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોની હડતાળ

 | 3:59 pm IST

મહેસાણામાં આજે રીક્ષા એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષા ચાલકને માર મારતા રીક્ષાઓ બંધ નું એલાન આપવામાં આવ્યું છે.

ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે મેમો આપી પરેશાન કરતા હોવાના અને રીક્ષા ચાલકને માર મારતા હોવાના આક્ષેપ સાથે મહેસાણામાં આજે અચોક્કસ મુદ્દતની હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે મુસાફરો સહિત દર્દીઓ પણ રખડી પડ્યા છે.

જોકે ટ્રાફિક પોલીસ દ્વારા થતી હેરાનગતિ ના કારણે રીક્ષા ચાલક દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો અને મોટી સંખ્યા મા રીક્ષા ચાલકોએ બંધ ને સમર્થન આપ્યું હતું ત્યારે આ રિક્ષાઓ બંધ ના કારણે મુસાફરો અટવાયા છે રોજ બરોજ રીક્ષા મા મુસાફરી કરી ધંધે રોજગાર જતા મુસાફરો ને હાલ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.

ત્યારે બીજી બાજુ પોલીસની વાત કરવામાં આવે તો પોલીસે પણ ફરજના ભાગરૂપે ટ્રાફિકની કામગીરી કરી હોવાનું પક્ષ મુક્યો હતો. ટ્રાફિકને જ અડચણ રૂપ થાય તેવી રિક્ષાઓને જ મેમા આપવામાં આવે છે તેવું પોલીસ તરફથી જાણવા મળ્યું હતું.