મહેસાણા: ટ્રાફિક પોલીસથી ત્રસ્ત રિક્ષા ચાલકોએ આપ્યું અલ્ટિમેટમ - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • મહેસાણા: ટ્રાફિક પોલીસથી ત્રસ્ત રિક્ષા ચાલકોએ આપ્યું અલ્ટિમેટમ

મહેસાણા: ટ્રાફિક પોલીસથી ત્રસ્ત રિક્ષા ચાલકોએ આપ્યું અલ્ટિમેટમ

 | 6:44 pm IST

મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષાચાલકોને ખોટી રીતે કનડગત કરવામાં આવતી હોવાની ઉઠેલી ફરિયાદનો અન્વયે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં છેવટે આ સંદર્ભે જિલ્લા ઓટો રીક્ષા ડ્રાઈવર એસોસીએશને પોલીસ અધિક્ષકને આવેદન પત્ર સુપરત કરીને રવિવારની મધ્યરાત્રીથી શહેરમાં રિક્ષાઓની હડતાલ શરૃ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મહેસાણાના પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિક સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જિલ્લા ઓટો રીક્ષા એસોસીએશનના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને મહામંત્રી સુરેન્દ્રસિંહ રાઠોડે ઉલ્લેખ કર્યો છે કે, મહેસાણા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષા ચાલકોને હેરાન કરાય છે. સ્ટેન્ડ ઉપર ઉભેલી રીક્ષાઓને પણ આરટીઓ મેમા આપી સત્તાનો દુરૃપયોગ કરાતો હોવાના આક્ષેપો કરાયા છે.

આ અંગે અગાઉ અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ દૂર કરવા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. પરણામે, જિલ્લા ઓટો રિક્ષા એસોસીએશને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તા.૧૧.૨.૨૦૧૮ને રવિવારના રોજ મધ્યરાત્રીથી શહેરમાં ઓટો રિક્ષાની હડતાલ શરૃ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.