Ricky Ponting has revealed the reason behind Smith and Warner tampering the ball.
  • Home
  • Sports
  • Cricket
  • પોંટિંગનો મોટો ખુલાસો, આ કારણે ડેવિડ વોર્નરે બોલ ટેમ્પરિંગનું ષડયંત્ર રચ્યુ હતું

પોંટિંગનો મોટો ખુલાસો, આ કારણે ડેવિડ વોર્નરે બોલ ટેમ્પરિંગનું ષડયંત્ર રચ્યુ હતું

 | 8:33 am IST

લગભગ બે વર્ષ પહેલા સાઉથ આફ્રિકા વિરૂદ્ધ કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના તત્કાલિન કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કૈમરૂન બેનક્રોફ્ટના બોલ ટેમ્પરિંગમાં સપડાતા સમગ્ર ક્રિકેટ જગત દંગ રહી ગયુ હતું. દુનિયાભરમાં ઓસ્ટ્રેલિયા ટીમની ખુબ જ આલોચના થઇ હતી. જેના પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર એક વર્ષ અને બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાદી દીધો હતો.

આ ઘટના 2018માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બની હતી. જ્યારે બેનક્રોફ્ટે સૈંડપેપરથી બોલ સાથે છેડછાડ કરતા તે કેમેરામાં પકડાઇ ગયો હતો. જોકે હવે આ ઘટનાને ગણો સમય વીતી ગયો છે, પરંતુ દરેક લોકોના મનમાં આ એક ખરાબ સપના માફક તાજા છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓ માટે.

સ્મિથ અને વોર્નર દ્વારા આ હરકતને કરવા પાછળના કારણનો ખુલાસો રિકી પોંટિંગે કર્યો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન પોંટિંગે કહ્યું કે, સ્મિથની આગેવાનીવાળી આ ટીમમાં કોઇને પણ કહેવાની હિમ્મત ન હતી અને તે વિવાદમાં ફસાવવાનું સૌથી મોટું કારણ પણ હતું. પોંટિંગે કહ્યું કે, જો ત્યાં કોઇ અનુભવી ખેલાડી હોતો તો કદાચ આવું બન્યુ જ હોત. ઓસ્ટ્રેલિયાને બે વખત વિશ્વવિજેતા બનાવનાર પોંટિંગે કહ્યું કે, તેમને નેશનલ ટીમમાં અનુભવી ખેલાડીઓની અછત વર્તાઇ હતી.

પોંટિંગ એ વાતને લઇને પણ ચિંતામાં હતા કે, તે સમયે ઓસ્ટ્રેલિયા ટીમથી અનુભવ બહાર જઇ રહ્યો હતો. તેમણે કહ્યું કે, વસ્તુઓ સંપૂર્ણ રીતે નિયંત્રણથી બહાર ચાલી ગઇ હતી. આ સંપૂર્ણ રીતે બહારના વ્યક્તિની નજર છે. તેમણે કહ્યું કે, ગત કેટલાક વર્ષથી તેમનું ટીમ સાથે કોઇ કનેક્શન ન હતું. 2018માં થયેલ આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ડેવિડ વોર્નરને માનવામાં આવે છે. જેમા તેનો સાથે ત્યારના તત્કાલિન કેપ્ટને પણ આપ્યો હતો અને તેની સજા જ બંન્નેને ભોગવવી પડી. વોર્નરે ગત વર્ષે જ એક વર્ષના પ્રતિબંધ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી છે.

આ વીડિયો પણ જુઓ : વલસાડમાં સાત વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન