Ricky Ponting Said, "I Never Thought That Friendship Will Happen With
  • Home
  • Sports
  • Cricket
  • ઑસ્ટ્રેલિયાનાં દિગ્ગજ પૉન્ટિંગે કહ્યું, “ક્યારેય વિચાર્યું નહોતુ કે હરભજન સાથે દોસ્તી થશે”

ઑસ્ટ્રેલિયાનાં દિગ્ગજ પૉન્ટિંગે કહ્યું, “ક્યારેય વિચાર્યું નહોતુ કે હરભજન સાથે દોસ્તી થશે”

 | 3:13 pm IST

ઑસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પૉન્ટિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સનો કૉચ છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ ટીમની સાથે સલાહકાર તરીકે જોડાયો છે. આને લઇને રિકી પૉન્ટિંગનાં વિચાર સ્પષ્ટ છે. તેણે કહ્યું કે તેને આને લઇને કોઇ ચિંતા નથી. પૉન્ટિંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “ગાંગુલી એક અનુભવી ખેલાડી છે અને તેના આવવાથી ઘણા ફાયદા થશે.” IPL વિશે વાત કરતા તેણે કહ્યું કે, “IPLએ ઘણા બંધનોને તોડ્યા છે. હવે એક-બીજા દેશનાં ખેલાડીઓ પરસ્પર સારી રીતે મળે છે.” પૉન્ટિંગે કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું નહોતુ કે તે અને હરભજન ક્યારેય સારા દોસ્ત બની શકશે.

તેણે કહ્યું કે, “જ્યાં સુધી સૌરવ ગાંગુલીની વાત છે તો તેની સાથે કામ કરવામાં કોઇ મુશ્કેલી નથી. કદાચ ગાંગુલી અને સ્ટીવ વૉની વચ્ચે કંઇક સમસ્યાઓ હતી, પરંતુ તેની સાથે મારા સંબંધો હંમેશા સારા રહ્યા છે.” તેણે કહ્યું કે, “એકબીજા પ્રત્યે અમારા દિલમાં ઘણું સમ્માન છે. રમતમાંથી અલગ થયા બાદ અમે ઘણા મળીએ છીએ. અમે ક્રિકેટ સમિતિઓમાં પણ સાથે હોઇએ છીએ અને ઘણી વાતો કરીએ છીએ. તે ટીમ સાથે જોડાઇ રહ્યો છે.”

ગાંગુલીની ભૂમિકા પર તેમણે કહ્યું કે, “મેચનાં દિવસે ગાંગુલીની ભૂમિકા વધારે નહીં હોય, પરંતુ ટીમ મીટિંગમાં તે હંમેશા અમારી સાથે હશે. આને લઇને હું મુક્ત વિચારોવાળો છું. તે એક મહાન કેપ્ટન અને ખેલાડી છે.” દુનિયાભરનાં ખેલાડીઓને નજીક લાવવામાં IPLની ભૂમિકા વિશે વાત કરતા પૉન્ટિંગે કહ્યું કે, “આ લીગે ઘણા દેશો વચ્ચેનાં બૈરિયર તોડ્યા છે. મે ક્યારેય નહોતુ વિચાર્યું કે હું અને હરભજન સારા દોસ્ત બની શકીશું.” ઉલ્લેખનીય છે કે એક સમયે હરભજન અને રિકી પૉન્ટિંગ વચ્ચે સારા સંબંધો નહોતા. મેદાન પર ઘણીવાર બંને વચ્ચે બોલાચાલી થતી હતી. ‘મંકીગેટ’ કાંડ બાદ હરભજન અને પૉન્ટિંગ વચ્ચે સંબંધો વધારે બગડ્યા હતા. હરભજને પૉન્ટિંગને ઘણીવાર આઉટ કર્યો છે. ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સ સાથે પૉન્ટિંગ જોડાયો અને હરભજન પણ તે ટીમનો ભાગ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન