ricky-ponting-says-show-some-respect-to-india-captain-virat-kohli-booed-again
  • Home
  • Sports
  • Cricket
  • AUS vs IND ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકે એવુ તે શું કર્યુ કે પોન્ટીંગને કહેવુ પડ્યુ કે ભારતીય કેપ્ટનને સન્માન આપો

AUS vs IND ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકે એવુ તે શું કર્યુ કે પોન્ટીંગને કહેવુ પડ્યુ કે ભારતીય કેપ્ટનને સન્માન આપો

 | 8:44 am IST

સિડનીમાં આયોજીત ઓસ્ટ્રેલિયા સાથેના ભારતના ચોથા ટેસ્ટના પહેલા દિવસે ગુરૂવારે બેટીંગ કરવા ઉતરેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનિં દર્શકોઓ હૂટિંગ કર્યુ હતુ. આ વાતના ઘેરા પ્રત્યાસાદ પડી રહ્યા છે. ચારેતરફ આ વાતની નીંદા થઈ રહી છે. તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગે વિરાટ કોહલીને સાથ આપી આ વાતને વખોડી છે. મયંક અગ્રવાલ આઉટ થતા જ્યારે કોહલી મેદાનમાં ઉતર્યો તો ઓસ્ટ્રેલિયાના દર્શકે હૂટિંગ કરી હતી.

સોશિયલ મીડિયામાં આ વાત ખુબજ ચર્ચામાં રહી છે. પોન્ટીંગે કહ્યુ કે જો કોઈ હૂટિંગ કરે તો આ ખુબજ અપમાનજનક સ્થિતિ છે. મે પંથમાં પણ કહ્યુ હતુ કે સન્માન જાળવતા શિખો. આપને જણાવી દઈએ કે સીરીઝમાં એડિલેન્ડ ટેસ્ટમાં પણ વિરાટ કોહલીની હૂટિંગ થઈ હતી.

આ પહેલા 2012માં સિડની ટેસ્ટમાં કોહલીની દર્શકોએ હૂટિંગ કરી હતી. એ સમયે વિરાટે મેચની 50 ટકા ફી ગુમાવવાની ફરજ પડી હતી. કેમકે વિરાટે ગુસ્સામાં આવીને છંછેડાઈને દર્શકોને આંગળી બતાવી હતી. આનાથી ખુબ મોટો વિવાદ પણ થયો હતો.

અહી સિડનીમાં એક વાર ફરી ભારતીય ટીમના કેપ્ટનને પ્રશંસકોની હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. વિરાટને 2018માં ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ મેચમાં દર્શકો સાથે આવા વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં મુંબઈ ઈન્ડીયન્સ વિરૂદ્ધ મેચ વાનખેડે સ્ટેડિયમમાં એક મેચ દરમિયાન ભારતીય દર્શકોએ રૉયલ ચેલેન્જર બેંગલોરના કેપ્ટનની હૂટિંગ થઈ હતી.

ચાલુ મેચે ખેલાડીનું સમગ્ર ધ્યાન મેચમાં જ હોય છે ત્યારે આવા કિસ્સા જ્યારે પણ બને ખેલાડીનું ધ્યાન વિકેન્દ્રીત થતા મેચ પર ખરાબ અસર પડે છે. આથી આવા કિસ્સાઓની આકરી નીંદા કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.