વડોદરાની રિદ્ધિ દેસાઈ બની મિસ ટીનએજ ઓન્ટેરિયો - Sandesh
  • Home
  • Nri
  • વડોદરાની રિદ્ધિ દેસાઈ બની મિસ ટીનએજ ઓન્ટેરિયો

વડોદરાની રિદ્ધિ દેસાઈ બની મિસ ટીનએજ ઓન્ટેરિયો

 | 6:11 pm IST

વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા વડોદરાના દમ્પત્તિની પુત્રી મિસ ટીનએજ કેનેડાની પ્રથમ રાઉન્ડની સ્પર્ધામાં સફળતા મેળવી મિસ ટીનએજ ઓન્ટેરિયોનું ટાઈટલ જીતી છે. તેને દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ટાઇટલ સાથે હવે આગામી ઓગષ્ટમાં તે મિસ ટીનએજ કેનેડાની સ્પર્ધામાં ઓન્ટેરિયોનું પ્રતિનિધિત્વ કરશે.

૧૮ વર્ષની રિદ્ધિ ધો.૧૨ સાયન્સ પાસ કરીને યુનિ.માં સાઈકોલોજીનો અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવે છે. તેને મોડલિંગ, ડાન્સિંગ અને એકટિંગનો વ્યાપક શોખ છે જેના લીધે તેણે આ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. સ્પર્ધામાં ભાગ લેવા માટે તેણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતુ. અને પછી ઓનલાઈન ઈન્ટરવ્યુમાં હાજર રહી હતી. ઈન્ટરવ્યુ ક્લીયર થતાં તેને મિસ ટીનએજ કેનેડાની પ્રથમ રાઉન્ડની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી હતી. આ સ્પર્ધા ટોરન્ટો પાસે આવેલી ન્યૂ માર્કેટ શહેરમાં યોજાઈ હતી જેમાં રિદ્ધીની સાથે ઓન્ટેરિયોના અલગ-અલગ વિસ્તારમાંથી 30 સ્પર્ધકોએ ભાગ લીધું હતું. બધાને પછાડીને રિદ્ધીએ મિસ ટીનએજ ઓન્ટેરિયોનું બિરુદ મેળવ્યું હતું.

આગામી ઓગષ્ટ માહિનામાં ટોરેન્ટોમાં મિસ ટીનએજ કેનેડાની પ્રતિષ્ઠિત સ્પર્ધા યોજાશે. જેમાં રીદ્ધિ ઓન્ટેરિયોને રીપ્રેઝેન્ટ કરશે. આ સ્પર્ધામાં કેનેડાના વિવિધ સ્ટેટની ટીનએજ યુવતીઓ ભાગ લેશે.