Riddhi Kapoor Spoke About Father Rishi Kapor's Health
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઋષિ કપૂરની તબિયતને લઇને દીકરી રિદ્ધિમાએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

ઋષિ કપૂરની તબિયતને લઇને દીકરી રિદ્ધિમાએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

 | 12:22 pm IST

અત્યારે ઋષિ કપૂર ન્યૂયૉર્કમાં મેડિકલ ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે. એક્ટરની બીમારીને લઇને અલગ અલગ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. તેમની દીકરી રિદ્ધિમા કપૂરે પિતાની તબિયતથી જોડાયેલી અપડેટ આપી છે.

એક ઇન્ટરવ્યૂમાં રિદ્ધિમાંએ કહ્યું કે, “તેઓ તદ્દન ઠીક છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. જો કે હું ક્યારેય તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતિત નહોતી. તેઓ બસ પોતાના રૂટીન ટેસ્ટ કરાવી રહ્યા છે. જેવું કે તેમણે ટ્વિટર પર કહ્યું હતુ. તેઓ ઘણા વર્ષો પછી પોતાના બધા ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. અમને આશા છે કે બધુ વ્યવસ્થિત થઈ જશે.”

ઉલ્લેખનીય છે કે ન્યૂયૉર્કમાં ઋષિ કપૂર સાથે નીતૂ કપૂર અને રણબીર કપૂર છે. ઋષિ કપૂરને મળવા અને તેમની તબિયત પુછવા બોલીવુડનાં ઘણા સેલેબ્સ ગયા હતા. ગત દિવસોમાં પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર, જાવેદ અખ્તર, આલિયા ભટ્ટ અને સોનાલી બેન્દ્રે તેમને મળવા પહોંચવા હતા.

ઉલ્લેખનીય છે કે મેડિકલ ટ્રીટમેન્ટનાં કારણે ઋષિ કપૂર તેમની માતા કૃષ્ણા રાજ કપૂરનાં અંતિમ સંસ્કારમાં સામેલ નહોતા થઈ શક્યા. એવું પણ કહેવામાં આવ્યું કે તેમને ત્રીજા સ્ટેજનું કેન્સર છે, પરંતુ રણધીર કપૂરે આ વાતને ફગાવી દીધું હતુ.