સાઉદીના પૂર્વ રાજાના આ ફોટા જોઈ વિશ્વ ખડખડાટ હસવા લાગ્યુ - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સાઉદીના પૂર્વ રાજાના આ ફોટા જોઈ વિશ્વ ખડખડાટ હસવા લાગ્યુ

સાઉદીના પૂર્વ રાજાના આ ફોટા જોઈ વિશ્વ ખડખડાટ હસવા લાગ્યુ

 | 4:01 pm IST

સાઉદીના પૂર્વ રાજા વિશ્વભરમાં હાસ્યાસ્પદ બની ગયા છે.  વળી પૂર્વ રાજાનો ફોટો સાઉદીની શાળાના પાઠ્યપુસ્તકમાં પણ છપાયો છે. મોડે મોડે ખબર પડતાં તમામ પાઠ્યપુસ્તકો પાછા ખેંચી લેવાયા છે.

ફોટામાં સાઉદીના પૂર્વ રાજા સ્ટાર વોર્સના એક કેરેકટર સાથે દેખાઈ રહ્યા છે. ખરેખર તો બ્લેક એન્ડ વ્હાઈટ આ ફોટો છેક 1945નો છે. સાઉદીના ત્રીજા રાજા કિંગ ફૈસલ યુએન ચાર્ટર પર હસ્તાક્ષર કરતાં દેખાય છે. આ ફોટા સાથે ચેડાં કરીને સાઉદીના પૂર્વ રાજા ફૈસલ સાથે સ્ટાર વોર્સના જાણીતા કેરેકટર (yoda)ને બેસાડી દેવાયો છે. આ પુસ્તક પ્રસિદ્ધ થયા પછી લોકો સાઉદીના પૂર્વ રાજા ફૈસલનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે અને સાઉદી સરકારની હાંસી ઉડાવવાની શરૂઆત થઈ છે. આ તસવીર સાઉદી કલાકાર 26 વર્ષના અબ્દુલ્લા અલ શેરીએ બનાવી છે. અબ્દુલ્લા પોપ કલ્ચર આઈકન્સના મિક્સિંગ માટે જાણીતા છે.

સાઉદીના શિક્ષણપ્રધાને ટ્વિટર પર જણાવ્યું હતું કે અજાણ્યે થયેલી આ ભૂલથી શિક્ષણ મંત્રાલય ખેદ વ્યક્ત કરે છે. આ પુસ્તકો પાછા ખેંચી લેવાઈ રહ્યા છે અને નવા પુસ્તકો આવી રહ્યા છે.