હમણાંથી મને સેકસ પછી લોહી કેમ આવે છે? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • હમણાંથી મને સેકસ પછી લોહી કેમ આવે છે?

હમણાંથી મને સેકસ પછી લોહી કેમ આવે છે?

 | 12:10 am IST

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્નઃ સરજી, મારી ઉંમર ૪૦ વર્ષની છે, હું પરિણિત છું. મારા લગ્નને ૧૪ વર્ષ થઈ ગયા છે. મને ડાયાબીટીશ કે બ્લડપ્રેશરની કોઈ જ બીમારી નથી. મારી મૂંઝવણ એ છે કે પત્ની સાથે શરીરસંબંધ કર્યા પછી એકાદ બે મહિના થાય ત્યારે પેનિસની આજુબાજુ ક્યારેક ઝીણો દુખાવો થતો હોય એવું લાગે છે. ફરીથી શરીરસંબંધ કરું તો દુખાવો મટી જાય છે. તો શું આ વાત ચિંતાજનક છે?

જવાબઃ ભાઈ, તમને કોઈ રોગ નથી એ સારી વાત છે. તમારી વાત ઉપરથી એવું લાગે છે કે તમે પત્ની સાથે એક-બે-ત્રણ મહિને એક વખત શરીરસંબંધ કરો છો. આટલો લાંબો ગાળો તમે શરીરસંબંધ કેમ રોકી રાખો છો એનું કારણ જણાવ્યું હોત તો વધુ સારું થાત! ખેર, તમારી ઉંમરે સામાન્ય રીતે વ્યક્તિને અઠવાડિયે દસ દિવસે કુદરતી રીતે જ મનમાં શરીરસંબંધની ઈચ્છા જાગે અને શરીરમાં એની તૈયારી થવા લાગે. ચોક્કસ જાતના હોર્મોન લોહીમાં ભળવા લાગે અને પેનિસ, પેઢુ વગેરે ભાગમાં આવેલા આંતરિક અવયવોને હોર્મોનના સિગ્નલ મળતાં ત્યાં શરીરસંબંધ માટે જરૂરી દ્રવ્યો ઉત્પન્ન થવા લાગે. આ સમયે બે-ચાર દિવસમાં જો તમે શરીરસંબંધ ન કરો તો તમને પેનિસની આજુબાજુ, ખાસ કરીને મૂળના ભાગમાં અને પેઢુના ભાગમાં હળવો દુખાવો ફીલ થાય એ સ્વાભાવિક છે. તમારે એમાં કશું જ ચિંતા કરવા જેવું નથી. શક્ય હોય તો શરીરસંબંધ બાંધવાનો ગાળો ટૂંકો કરો. તમારી ઉંમરના હિસાબે દસેક દિવસે કે ૧૫ દિવસે એક વખત શરીર સંબંધ થવો જોઈએ.

પ્રશ્નઃ નમસ્કાર સર, મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું એક યુવાન સાથે રિલેશનશિપમાં છું. અમે અવારનવાર સેકસ કરીએ છીએ. હમણાંથી મને સેકસ પછી લોહી આવે છે. પહેલાં આવું નહોતું થતું. હમણાંથી હું ટાઈમમાં પણ નિયમિત થતી નથી. તો શું આ વાત ચિંતાની છે?

જવાબઃ તમને આવું કેટલા સમયથી થાય છે એ તમે જણાવ્યું હોત તો સારું થાત. તમારી વાત ઉપરથી પહેલો અંદેશો એવો મળે છે કે કદાચ તમને ગર્ભ રહી ગયો છે. એટલે કે તમે માતા બનવા જઈ રહ્યા છો. શરૂઆતમાં ગર્ભ રહ્યા પછી ઘણીવખત એકાદ વખત અનિયમિત રીતે માસિક સ્ત્રાવ થાય છે. શક્ય છે કે ગર્ભ રહીને તરત ગર્ભપાત થઈ જતો હોય. જો એમ ન હોય તો તમને શરીરસંબંધથી ફેલાતા કોઈ રોગનો ચેપ લાગ્યો હોઈ શકે. તમે તમારા બોયફ્રેન્ડ સાથે કોન્ડોમ વગર શરીરસંબંધ કરો છો એ ખુબ જ જોખમી છે. આવું કોઈપણ સંજોગોમાં ન કરવું જોઈએ. જો તમારા બોયફ્રેન્ડને એઈડ્ઝ જેવી કોઈ બીમારીનો ચેપ હશે તો તમારું આખું જીવન બરબાદ થઈ જશે. સિફિલિસ કે ગોનોરિયા જેવા અન્ય રોગનો ચેપ હશે તો પણ તમે મહિનાઓ સુધી હેરાન થશો. અમારી સલાહ છે કે તમે જરાય સમય વેડફ્યા વગર તમારા પરિચિત અથવા પરિચિતના પરિચીત એવા કોઈ સારા ગાયનેકોલોજિસ્ટ પાસે જઈ તમારું બોડી ચેક-અપ કરાવી લો. પછી એમની સલાહ પ્રમાણે આગળ વધો. ઓલ ધી બેસ્ટ!

પ્રશ્નઃ નમસ્તે સાહેબ, મારી ઉંમર ૧૮ વર્ષની છે. મને ચારેક વર્ષથી માસ્ટરબેશન કરવાની ટેવ છે. જોકે હું ખુબ એટલે કે ખુબ જ ઓછું માસ્ટરબેશન કરું છું. મને એનાથી હજી કોઈ સમસ્યા થઈ નથી, કોઈ દુખાવો કે અશક્તિ વગેરે પણ અનુભવતો નથી. પરંતુ મારું પેનિસ હંમશાં જમણી બાજુ વળેલું રહે છે.

જવાબઃ તમારી ઉંમરે માસ્ટરબેશન કરવામાં આવતું હોય એ નવાઈની વાત નથી. આખા વિશ્વમાં ૮૭ ટકા યુવાનો તમારી ઉંમરથી ૨૫ વર્ષની ઉંમર સુધી માસ્ટરબેશન કરે છે. ઘણા લગ્ન સુધી કરતા રહે છે. કેટલાક લગ્ન પછી પણ કરે છે. તમે કહો છો કે ખુબ ઓછું માસ્ટરબેશન કરો છો. એમાં તમે મહિને કેટલી વખત માસ્ટરબેશન કરો છો એનો અંદાજ આવતો નથી. માની લઈએ કે તમે મહિનામાં માત્ર બે-ત્રણ વખત માસ્ટરબેશન કરતા હશો. તમને એનાથી કોઈ સમસ્યા નથી અને કોઈ સમસ્યા થવાની પણ નથી. તમારું પેનિસ હંમેશાં જમણી બાજુ વળેલું રહે છે. એવી તમારી ફરિયાદ છે. એમાં તમારી માસ્ટરબેશન કરવાની ટેવ ભાગ્યે જ જવાબદાર હશે. દરેક વ્યક્તિનું પેનિસ જન્મથી જ કોઈ એક દિશામાં ઢળતું રહે છે. ઘણાને કમાન જેવો વળાંક હોય છે. તમને પણ કદાચ એવું જ છે. એથી કોઈ સમસ્યા થવાની નથી. નચિંત રહો.