રાજકોટ: ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ,પોલીસે કરી અટકાયત - Sandesh
NIFTY 10,804.15 -3.90  |  SENSEX 35,572.55 +-27.27  |  USD 67.9800 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટ: ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ,પોલીસે કરી અટકાયત

રાજકોટ: ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ,પોલીસે કરી અટકાયત

 | 12:07 pm IST

રાજકોટ સહિત સમગ્ર ભારતમાં ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. આજે રાજકોટમાં રોડ પર ખેડૂતો એકઠા થયા હતા અને દૂધ-શાકભાજી રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવ્યો હતો. જો કે, ચક્કાજામનો પ્રયાસ કરતા લોકોની પોલીસે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે આવું આંદોલન રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે.

ખેડૂતો સાથે કોંગ્રેસના કાર્યકરો દ્ગારા પણ વિરોધ
ભાજપ સરકાર ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવ નથી આપતી તેવા રોષ સાથે ખેડૂતો અને કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરી આવી હતી. કોંગ્રેસ અને ખેડૂતોએ રસ્તા પર દૂધ અને શાકભાજી ઢોળી રસ્તા પર ચક્કાજામ કર્યું હતુ. તેમજ ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતુ કે સરકારે જનતાના લાભ છીનવ્યા છે અને સરકાર ખેડૂતોને પોષણક્ષણ ભાવ આપે નહિં તો આ આદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.