NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મંત્રી કહે છે કે BSF જવાનના વીડિયોનો જનતા મુદ્દો ન બનાવે

મંત્રી કહે છે કે BSF જવાનના વીડિયોનો જનતા મુદ્દો ન બનાવે

 | 8:06 pm IST

અયોગ્ય ભોજન અંગે બીએસએફના જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં રજૂ થવા અંગે ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે તેમના મંત્રાલયને આ મુદ્દે BSF તરફથી વચગાળાનો રિપોર્ટ મળ્યો છે. કઈંક ગરબડ છે. રિપોર્ટ વિશે હું અત્યારે કશું કહેવા ઈચ્છતો નથી. પણ હું દેશના લોકોને અને મીડિયાને વ્યક્તિગત અપીલ કરું છું કે BSFના જવાનના વીડિયોને મુદ્દો ન બનાવે, જ્યાં સુધી તપાસ ન થઈ જાય ત્યાં સુધી. આ તમામ  કાર્યને લીધે જવાનોના મનોબળને ઠેંસ પહોંચશે.

kiren-rijiju

આ મામલે જમ્મૂ અને કાશ્મીરના બીએસએફના ડીઆઈજી રેંકના અધિકારી દ્વારા પૂર્ણ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા આ મામલે 24 કલાકમાં રિપોર્ટના આદેશ આપવામાં આવ્યા છે. જેને પગલે આ અંગેનો પૂર્ણ અહેવાલ બુધવારે સોંપવામાં આવશે તેમ અપેક્ષિત છે.

ગુહ પ્રધાન રાજનાથ સિંહે આ વીડિયોની નોંધ લીધી છે અને  કેસમાં યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યો છે.

રાજનાથ સિંહે ટ્વીટ કર્યું હતું કે BSF જવાનને મળતા ભોજન અંગેનો વીડિયો મેં જોયો છે. મેં ગૃહસચિવને બીએસએફ પાસેથી આ અંગે તત્કાળ અહેવાલ મેળવવા કહ્યું છે તેમજ યોગ્ય પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે.

બીએસએફનું કહેવું છે કે યાદવ કે જેણે આ વીડિયો પોસ્ટ કર્યા છે, તેને વર્ષ 2010માં ગેરશિસ્ત બદલ કોર્ટમાર્શલ કરવામાં આવ્યા છે. તેના પરના આરોપો અંગે સિનિયર અધિકારી દ્વારા યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી હોવા છતાં, તેણે  અધિકારી તરફ બંદૂક તાકી હતી અને પૂર્ણપણે યોગ્ય તપાસ કરવા તાકિદ કરી હતી.

વીડિયો કે જે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે તેમાં જવાને કોમુફ્લેગ યુનિફોર્મ પહેરેલો છે અને ખભે રાયફલ છે તેણે દાવો કર્યો છે કે તેમના માટે સરકાર જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવે છે પણ  અધિકારીઓ તેને  ગેરવ્યાજબી રીતે બજારમાં વેચી મારે છે પરિણામે તેમને વેઠવું પડે છે.

તેણે અન્ય વીડિયો પણ પોસ્ટ કર્યા છે. કહે છે કે ભોજન જે તેમને આપવામાં આવે છે તેની ગુણવત્તા સારી હોતી નથી.

આ જવાન હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો વતની છે અને 1996માં સેનામાં દાખલ થયો હતો.

યાદવને જમ્મૂ અને કાશ્મીરમાં રાજૌરી સેકટરમાં લાઈન ઓફ કન્ટ્રોલ પર મૂકવામાં આવેલો હતો તેની અન્યત્ર બટાલિયન પાસે બદલી કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને પ્લમ્બર બનાવી દેવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્કવાયરી થવી હજી બાકી છે.

ઉલ્લેખનિય છે કે બીએસએફ જવાનને તેના પરિવારનો સાથ મળ્યો છે. જવાન કે જેણે સોશિયલ મીડિયા પર લાઈન ઓફ કન્ટ્રોલ પર સૌનિકોને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાનો દાવો કર્યો છે તેના બચાવમાં તેના પરિવાર જનો ઉતરી આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આ કાર્ય દ્વારા માત્ર સત્ય બાહર લાવી રહ્યા છે. સરકારે પણ વચગાળાનો રિપોર્ટ મળ્યા પછી કહ્યું કે કઈંક ગરબડ છે.

તેમણે જે કઈં કર્યું છે તેમાં કશું ખોટું નથી. તેમણે સત્ય રજૂ કર્યું છે. તેમણે માત્ર સારા ભોજન અને ‘રોટી’ની માંગણી કરી છે. તે માનસિક રૂપે બિમાર છે તેમ કહેવું ખોટું છે. જો તે સાચું હોય તો તેને શા માટે સરહદે મોકલવામાં આવ્યો છે? શા માટે તેને સારવાર માટે મોકલવામાં આવ્યો નથી? તેમ હવાલદાર જવાન તેજ બહાદૂર યાદવની પત્નીએ કહ્યું હતું.

યાદવા પૂત્રે કહ્યું હતું કે જેની સરહદે નિયુક્તિ કરવામાં આવી છે તેમની પોતાની માટે સારા ભોજનની માંગણી કરવી તેમાં કશું ખોટું નહોતું. જો તેમણે એ જાહેર ન કર્યું હોત તો આપણે કેવી રીતે જાણી શક્યા હોત કે છેવાડા વિસ્તારોમાં, સરહદે ત્યાં શું થાય છે?  તેમના ટ્રુપ સાથે શું થાય છે. અમે આ મામલે વાસ્તવિક તપાસની માંગણી કરીએ છીએ અને ન્યાયની માંગણી કરીએ છીએ.