RIL: MUKESH AMBANI to remain chairman and CMD till 2022
  • Home
  • Business
  • અંબાણી પરિવારથી દૂરનો સંબંધ ધરાવનાર આ વ્યક્તિ રિલાયન્સનો ઇતિહાસ બદલશે!

અંબાણી પરિવારથી દૂરનો સંબંધ ધરાવનાર આ વ્યક્તિ રિલાયન્સનો ઇતિહાસ બદલશે!

 | 2:39 pm IST

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી હવે આગામી બે વર્ષ સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચીફ મેનેજિંગ જાયરેક્ટર (CMD) પદ પર બન્યા રહેશે. ખરેખર સિક્યોરિટિઝ અને એક્ષચેંજ ઓફ ઇન્ડિયા (SEBI)નાં પૂર્વ આદેશ બાદ કંપનીને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી)ના પદને અલગ કરવાનું હતું. SEBI એ આ માટે 1 એપ્રિલ સુધીની ડેડલાઇન પણ આપી હતી. પરંતુ હવે આ ડેડલાઇન વધારીને 2022 સુધીની કરી દેવામાં આવી છે.

જો સેબી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચીફ મેનેજિંગ જાયરેક્ટર મુકેશ અંબાણીને આ રાહત ન આપતું તો તેઓ ગેર-કાર્યકારી અધ્યક્ષ બની જાત. ત્યાં જ કંપનીના ઇતિહાસમાં પ્રથમવાર અંબાણી પરિવારથી બહારનું કોઇ વ્યક્તિ રિલાયન્સના મેનેજિંગ જાયરેક્ટર બની શકે છે. જોકે હવે માર્ચ 2022 સુધી મુકેશ અંબાણી જ સીએમડી અને ચેરમેન પદ પર બન્યા રહેશે.

મનોજ મોદી સહિત રેસમાં હતા આ નામ

આ પહેલા એ વાતની ચર્ચા હતી કે, રિલાયન્સના કાર્યકારી ડાયરેક્ટર નિખિલ મેસવાણી અથવા મુકેશ અંબાણીના વિશ્વાસપાત્ર અને કંપનીના મુખ્યકાર્યકારી અધિકારી (સીઇઓ) મનોજ મોદીને એમડીની જવાબદારી મળી શકે છે. આ સિવાય કંપનીના અન્ય બે કાર્યકારી ડાયરેક્ટર નિખિલના નાના ભાઇ હિતલ અને પી.એમ.એસ પ્રસાદનું નામ પણ સામેલ છે.

મેસવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બોર્ડમાં 90ના દાયકાના મધ્યથી છે અને મુકેશ અંબાણીના પિતરાઇ ભાઇ છે. જ્યારે ધીરૂભાઇ અંબાણીએ RILની સ્થાપના કરી તો તેમના પિતા રસિકલાલ મેસવાણી તેના સંસ્થાપક ડાયરેક્ટરોમાંના એક હતાં.

આ વીડિયો પણ જુઓ : GPSC 250 કરતા વધુ ક્લાસ 1-2ની ભરતી કરાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન