ril-reclaims-100-billion-dollar-market-cap-reliance-industries
  • Home
  • Business
  • રિલાયંસનો માર્કેટ કેપ 11 વર્ષમાં બીજી વખત હાઈ સપાટીએ, 100 અરબ ડૉલરની સપાટી કૂદાવી

રિલાયંસનો માર્કેટ કેપ 11 વર્ષમાં બીજી વખત હાઈ સપાટીએ, 100 અરબ ડૉલરની સપાટી કૂદાવી

 | 3:46 pm IST

રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) 11 વર્ષ બાદ ફરીથી 100 અરબ ડૉલરની કંપની બની ગઈ છે. શેયરમાં 5 ટકાની તેજીના કારણે તેનો માર્કેટ કેપ ગુરુવારે 6.90 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. 18 ઓક્ટોબર 2007એ પણ રિલાયંસ 100 અરબ ડૉલરનો માર્કેટ કેપ હાસિલ કરી ચૂકી છે. તે સમયે ડૉલરનું મૂલ્ય લગભગ 40 રૂપિયા હતું. આ હિસાબથી કંપનીનો માર્કેટ વેલ્યૂએશન તે સમયે લગભગ 4.11 લાખ કરોડ રૂપિયા હતું. અત્યારે સૌથી વધુ માર્કેટ કેપવાળી ભારતીય કંપની ટીસીએસ છે. તેનું માર્કેટ વેલ્યૂએશન 7.55 લાખ કરોડ રૂપિયા છે. રિલાયંસ અત્યારે ટીસીએસથી 65,000 કરોડ રૂપિયા પાછળ છે.

આરઆઈએલનો શેર બીએસઈ પર 1,091 અને એનએસઈ પર 1,091.50 રૂપિયા સુધી વધ્યો છે. આ વર્ષે આ 20% રિટર્ન આપી ચૂક્યું છે. એક જાન્યુઆરીએ શેરનો ભાવ 911 રૂપિયા હતો. રિલાયંસનો વેલ્યૂએશન 41 વર્ષમાં લગભગ 69,000 ગણો વધ્યો છે. 1977માં જ્યારે તેનો આઈપીઓ આવ્યો, ત્યારે માર્કેટ કેપ 10 કરોડ રૂપિયા હતો. હવે આ 6.90 લાખ કરોડ રૂપિયા છે.

ટીસીએસના માર્કેટ વેલ્યૂ પણ 23 એપ્રિલે 100 અરબ ડૉલર (6.60 લાખ કરોડ) પહોંચી ગઈ છે. ટીસીએસ આ એલીટ ક્લબમાં સામેલ થનાર બીજી ભારતીય કંપની અને દેશની પહેલી આઈટી કંપની બની ગઈ છે. હવે રિલાયંસ બીજી વખત 100 અરબ ડૉલરના ક્લબમાં આવી છે.