ril-to-come-with-reliance-jio-payments-bank-mukesh-ambani
  • Home
  • Business
  • રિલાયન્સ Jioનો નવો ધડાકો, ટૂંક સમયમાં ગ્રાહકોને મળશે આ ફાયદો

રિલાયન્સ Jioનો નવો ધડાકો, ટૂંક સમયમાં ગ્રાહકોને મળશે આ ફાયદો

 | 5:05 pm IST

મુકેશ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ રિલાયન્સ જિયો શરૂ કરી ટેલિકોમ સેક્ટરમાં ધમાકો કર્યો હતો. હવે જિયો બ્રોડબેન્ડ સાથે લેતી દેતીના ક્ષેત્રમાં ઝંપલાવી રહી છે. રિલાયન્સ જિયો સાથે તમે ટૂંક સમયમાં ખાતુ ખોલાવી શકશો. આ ખાતા પર તમે બીજી બેન્કોની જેમ જ વ્યાજ પણ મેળવી શકશો. કેટલીક બીજી સુવિધાઓ પણ મળશે.

વાત છે જિયો પેમેન્ટ બેન્કની. રિલાયન્સ જિયો હાલમાં તેનું ટેસ્ટિંગ પોતાના કર્મચારીઓની સાથે કરી રહ્યુ છે. ટૂંક સમયમાં આ તમામ લોકો માટે લૉન્ચ કરવામાં આવશે. આ પહેલા રિલાયન્સ જિયોએ પેમેન્ટ્સ બેન્કની વેબસાઈટ શરૂ કરી હતી. આ વેબસાઈટ પર જિયો પેમેન્ટ્સ બેન્કની તમામ જાણકારી આપવામાં આવી છે.

જિયો પેમેન્ટ્સ બેન્ક શુ છે?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ભારતીય રિઝર્વ બેન્કની તરફથી પેમેન્ટ્સ બેન્ક શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ચુકી છે. જિયો પેમેન્ટ્સ બેન્કની અધિકારીક વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર કંપનીએ ભારતીય સ્ટેટ બેન્ક સાથે મળીને માળખુ તૈયાર કર્યુ છે. નવેમ્બર 2016માં જિયો પેમેન્ટ્સ બેન્ક લિમિટેડની સ્થાપના થઈ છે.

કોણ ખોલી શકે છે જિયો પેમેન્ટ્સમાં ખાતુ?

જિયો પેમેન્ટ્સમાં એ દરેક ભારતીય ખાતુ ખોલાવી શકે છે જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય.

મિનિમમ બેલેન્સ કેટલુ જરૂરી?

જિયો પેમેન્ટ્સ બેન્કમાં તમે શૂન્ય બેલેન્સ સાથે ખાતુ ખોલાવી શકો છો. મતલબ કે તમારે કોઈ મિનિમમ બેલેન્સની જરૂર નહી પડે.

ખાતુ જાળવી રાખવા કોઈ ચાર્જ વસુલાશે?

જિયો પેમેન્ટ્સ બેન્કમાં ખાતુ જાળવી રાખવા તમારે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ આપવાનો નહી રહે. ત્યાં સુધીકે તમારૂ ખાતુ અનએક્ટિવ પણ થઈ જાય તો પણ તમારે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહી.

કેવી રીતે પૈસા ઉપાડી શકશો?

જિયો પેમેન્ટ્સ બેન્કમાં પૈસા ઉપાડવા માટે તમે કોઈ પણ જિયો પોઈન્ટ પર પહોંચી શકો છો. તમે આ પોઈન્ટ પરથી પૈસાને ઉપાડી શકશો.

શું ખાતુ ખોલવા માટે જિયો નંબર જરૂરી છે?

જિયો પેમેન્ટ્સ બેન્કમાં ખાતુ ખોલાવવા માટે તમારી પાસે જિયો નંબર હોય તે જરૂરી નથી.

શું ડેબિટ કાર્ડ મળશે?

ના આ ખાતમાં કોઈ ડેબિટ કાર્ડ નહી મળે. જો તમે તમારૂ ખાતુ ફ્રીઝ કરાવવા ઈચ્છો છો તો તમે 1800 891 9999.કોલ કરી શકો છો. આ સિવાય તમે [email protected] પર ઇ-મેલ કરી શકો છો.

રિલાયન્સ જિયો તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર તમે માય જિયો એપનો ઉપયોગ કરીને રિચાર્જ પૈસા ટ્રાન્સફર તેમજ બીજી સેવાનો ફાયદો ઉઠાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન