RIL to raise 25,000 crore through ncds, see details
  • Home
  • Business
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને છે 25,000 કરોડ રૂપિયાની જરૂર! ભેગા કરવા અપનાવશે આ તરીકો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને છે 25,000 કરોડ રૂપિયાની જરૂર! ભેગા કરવા અપનાવશે આ તરીકો

 | 3:10 pm IST

કોરોના કહેર વચ્ચે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL) ને મૂડીની જરૂરી પડી છે. તેથી કંપનીએ હવે 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે અને આ અંગે માહિતી સ્ટોક એક્સચેંજોને આપી છે.

આ રીતે એકત્ર કરશે મૂડી:

મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ સ્ટોક એક્સચેંજોમાં આપેલ માહિતીમાં જણાવ્યું કે તે કેટલાક હિસ્સામાં નોન કનવર્ટિબલ ડિબેન્ચર્સ(NCD) દ્વારા 25 હજાર કરોડ રૂપિયા એકત્ર કરસે. આ માટે કંપનીના બોર્ડે મંજૂરી પણ આપી દીધી છે. જો કે, કંપનીએ આ અંગે સ્પષ્ટતા નથી કરી કે તેઓ આટલા રૂપિયા કેમ એકત્ર કરવા જઈ રહી છે.

રિપોર્ટ મુજબ કંપનીએ બીએસઈ પર આપેલ માહિતીમાં ગુરૂવારે કહ્યું કે,‘કંપનીના ડાયરેક્ટર્સે આજે મિટિંગમાં એવા પ્રસ્તાવને મંજૂરી આપી છે જે હેઠળ નોન કનવર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે. પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે આ મૂડી સમય-સમય પર કેટલાક ભાગમાં એકત્ર કરવામાં આવશે.’ આપણે જણાવી દઈએ કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર એક પ્રકારના બોન્ડ હોય છે જે રોકાણના માધ્યમ હોય છે. જેમને ઇક્વિટી શેર અથવા સ્ટોકમાં પરિવર્તિત કરવામાં નથી આવતા. આની એક નિશ્ચિત મેચ્યુરિટી મર્યાદા હોય છે અને આના પર વ્યાજ માસિક અને વાર્ષિક આપવામાં આવે છે. આમાં રોકાણકારોને સારું રિટર્ન મળે છે. આમાં જોખમ ઓછું હોય છે.

આ વીડિયો પણ જુઓ: પોલીસ જવાનો માટે 3 મેડિકલ ચેકઅપ વાન કાર્યરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન