shivLing pujan why not by women in ancient books
  • Home
  • Astrology
  • શાસ્ત્રોમાં કેમ કરવામાં આવી છે સ્ત્રીઓને શિવલિંગની પૂજા કરવાની મનાઈ

શાસ્ત્રોમાં કેમ કરવામાં આવી છે સ્ત્રીઓને શિવલિંગની પૂજા કરવાની મનાઈ

 | 4:16 pm IST

શિવલિંગનું પૂજન એ લિંગ અને યોનિ પૂજન છે.  શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે શિવલિંગનું પૂજન માત્ર પુરુષોએ જ કરવું જોઈએ. ખાસ કરીને કુંવારી સ્ત્રીઓએ તો ન જ કરવું જોઈએ. તો બીજી બાજુ શાસ્ત્રોમાં જ કુંવારી છોકરીને સારો વર જોઇએ તો તેણે સોળ સોમવારનું વ્રત કરવાનું વિધાન છે.  ત્યારે પ્રશ્ન થાય કે આમાં સાચું શું? ચાલો તેના વિશે વિગતે જાણીએ.

લિંગની પૂજા
વાર્તાઓ એ જણાવે છે કે અપરણીત મહિલાઓને શિવલિંગની પાસે એટલા માટે ના જવું જોઇએ કેમ કે શિવ સૌથી પવિત્ર અને દરેક સમયે તપસ્યામાં લીન રહે છે.

પવિત્ર જગ્યા
શિવ મંદિરોમાં ધ્યાન અને પૂજા કરવામાં આવે છે એટલા માટે આ જગ્યા ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક ગણવામાં આવે છે. એટલા માટે આ જગ્યા પર એકલી છોકરીઓને જવાની મનાઇ હોય છે.

પૂજાના સમયે સતકર્તા
ભગવાન શંકરના ધ્યાન દરમિયાન આ સાવધાની રાખવામાં આવે છે, કે કોઇપણ દેવી કે અપ્સરાઓ ભગવાનના ધ્યાનમાં વિઘ્ન ના નાંખે.

પુરાણો સંબંધિત પૂજા
માનવામાં આવે છે કે જાણતા કે અજાણતામાં કોઇ ભૂલ ખૂબ જ મોટા વિનાશનું કારણ બની શકે છે. એટલા માટે જૂની માન્યતાઓ મુજબ મહિલાઓને શિવલિંગ પાસે આવવાની મનાઇ છે.

કુંવારી છોકરીઓ પૂજા ના કરી શકે
શું તેનો અર્થ છે કે કુંવારી છોકરીઓ શિવજીની પૂજા ના કરી શકે ? ના એવું નથી, તે પૂજા કરી શકે છે, પરંતુ પૂજા શિવ અને માતા પાર્વતીની એક સાથે કરવી જોઈએ.

ભગવાન શિવનો દિવસ
સોમવારને ભગવાન શિવનો દિવસ ગણવામાં આવે છે. ભગવાન શિવ આદર્શ પતિ હતા.તેમના જેવું અન્ય કોઇ ન હતું, એટલા માટે કુંવારી છોકરીઓ સોમવારનું વ્રત રાખે છે, તેમને શિવજીના જેવો પતિ મળે.

પૂજા કરવાના રીત રિવાજ જુદા
દરેક રાજ્યમાં જુદા-જુદા રિવાજ હોય છે, જેવા દક્ષિણ ભારતના મંદિરોમાં પૂજા ફક્ત ત્યાંના પૂજારી જ કરી શકે છે. જ્યારે ઉત્તર ભારતમાં ભક્તો પોતે કરે છે.

ઘરે કરવામાં આવતી પૂજા
દક્ષિણ ભારતમાં, ઘરમાં કરવામાં આવતી પૂજા પુરુષ જ કરી શકે છે. તે શિવલિંગ કે મૂર્તિને અભિષેક કરે છે અને ત્યાં મહિલાઓ ફક્ત તેમને જરૂરી સામગ્રી અને પ્રસાદ બનાવવામાં મદદ કરે છે. એ રીતે દક્ષિણમાં સ્ત્રીઓ ઘરે પણ પૂજા કરતી નથી.