Photos : રિમી સેન બોલિવૂડમાં ફરી કરશે ધમાકેદાર એન્ટ્રી, આ કારણે છોડી હતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી

લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલી બોલીવુડ અભિનેત્રી રિમિ સેન (Rimi Sen) આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે તેની કારકિર્દીને લગતા ઘણા મોટા ખુલાસા કર્યા છે. રિમિ સેને (Rimi Sen) તેની કારકિર્દીમાં હંગામા, ગોલમાલ, ધૂમ, ફિર હેરા ફેરી, જોની ગદ્દાર જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં કમબેક કરવાની બાબતે રિમિએ કહ્યું કે, હું આ કામથી 10 વર્ષથી દૂર રહી છું. હવે તેણે કહ્યું કે, મેં બુધિયા સિંહ – બોર્ન ટૂ વિન ફિલ્મ બનાવી છે. જેને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો. હમણાં હું ઘણા વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છું. જ્યારે બધું ફાઇનલ થઈ જશે, હું ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશ. હાલ અભિનેત્રીના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આજે પણ અભિનેત્રીના ચાહકો તેનો અંદાજ અને અદા જોવા માટે ઉત્સાહિત હોય છે. જુઓ Photos
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન