Riot director Nitish Tiwari will produce the Ramayana
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • જે અભિનેત્રીએ ધર્મના નામ પર બોલિવૂડ છોડ્યું હતું હવે એ ફિલ્મનાં ડાયરેક્ટર ‘રામાયણ’ બનાવશે

જે અભિનેત્રીએ ધર્મના નામ પર બોલિવૂડ છોડ્યું હતું હવે એ ફિલ્મનાં ડાયરેક્ટર ‘રામાયણ’ બનાવશે

 | 4:23 pm IST

દંગલ ફેમ ડાયરેક્ટર નીતીશ તિવારી દર વખતે કાંઇક નવું કરવાના મૂડમાં હોય છે. મૂળે તે ખૂબ જ ક્રિએટિવ પર્સન છે, તેથી ક્રિએટિવિટી તેમની દરેક ફિલ્મોમાં છલકાતીે જોવા મળે. ખાસ કરીને ફિલ્મની વાર્તામાં કઈ રીતે પકડ લાવવી તે નીતીશ તિવારી બખૂબી જાણે છે અને એટલે જ તેમની દરેક ફિલ્મ દમદાર જ હોય છે. હવે આ ક્રિએટિવ ડાયરેક્ટર રામાયણ બનાવવાના મૂડમાં છે. આ ઔમાઇથોલોજિકલ ફિલ્મને તેઓ ફિચર ફિલ્મના રૂપમાં ત્રણ ભાગમાં રિલીઝ કરશે. બાહુબલીની માફક આ ફિલ્મ પણ અલગઅલગ વર્ષે ત્રણ ભાગમાં રિલીઝ થશે. હવે જોવાનું એ છે કે રામાયણની વાર્તા આપણે બધાં જ જાણીએ છીએ.

નાના બાળકને પૂછો તો તેને પણ આ વાત ખબર હોય છે, એવામાં તિવારી દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવવા શું નવું કરી શકે તે જોવાનું છે. જોકે આ પહેલાં રામાયણ ઉપરથી જ કલર્સ ટીવી પર એક સિરિયલ શરૂ થઇ હતી, તેમાં મૂળ સ્ટોરી સાથે ચેડાં થયાં હોવાનું લાગવાથી સિરિયલના ડાયરેક્ટર અને ચેનલ હેડને લીગલ નોટિસ ફટકારવામાં આવી હતી. આ કારણે સિરિયલને અડધેથી જ મૂકી દેવી પડી હતી. ત્યારે નીતીશ માટે આ મોટી ચેલેન્જ બની જશે. જોકે આ અંગે વાત કરતાં તિવારી કહે છે કે રામાયણ એ આપણાં શાસ્ત્રોનું, આપણા ધર્મગ્રંથોનું તેમજ આપણા દેશનું અભિન્ન અંગ છે, તેથી તેની સાથે કોઇપણ છેડછાડ કરવી તે મૂર્ખતા હશે.

હું આવું કશું જ કરવા નથી માંગતો. હું માત્ર મેં જેટલી સાંભળી અને વાંચી હશે તે જ ફિલ્મમાં ઔલઇશ. ફિલ્મ શબ્દશઃ આપણાં શાસ્ત્રોમાં લખાયા પ્રમાણે જ બનશે, રામાયણમાં હું મારા ઘરનું કાંઇ જ નહીં ઉમેરું, કેમ કે મને ખબર છે કે શાસ્ત્રમાં લખાયેલી વાત સાથે ચેડાં કરવાં એ ખરેખર કેટલી મોટી મુર્ખામી છે. માટે હું રામાયણને એઝ ઇટ ઇઝ જ રાખીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન