કાર કંપનીઓ પર પણ મોંઘવારીનો બોજ, બધાએ વધાર્યા ભાવ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કાર કંપનીઓ પર પણ મોંઘવારીનો બોજ, બધાએ વધાર્યા ભાવ

કાર કંપનીઓ પર પણ મોંઘવારીનો બોજ, બધાએ વધાર્યા ભાવ

 | 4:25 pm IST

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ તેના બધા જ મોડલના ભાવમાં બુધવારથી વધારો કર્યો છે. કંપનીએ તેના વિવિધ કારની કિંમતમાં રૂ. 17,000 સુધીનો  વધારો કર્યો છે. આ માટે કાચા માલના ભાવ તથા ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યો છે.

મારુતિ સુઝુકીએ બધી જ કારના ભાવમાં રૂ. 1,700થી રૂ. 17,000 સુધીનો વધારો કર્યો છે. આ ઉપરાંત હોન્ડાએ પણ તેની જૂદી જૂદી કારના ભાવમાં વધારો ઝિંક્યો છે. હોન્ડા કારના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે કંપનીએ આઠ જાન્યુઆરીથી બધી કારના ભાવમાં વધારો કર્યો છે.

એચસીઆઈએલ હેચબેક બ્રાયોથી લઈ એકોર્ડ હાઈબ્રિડમાં બધા જ મોડલોનું વેચાણ કરે છે. અગાઉ આનો એક્સ-શો રૂમ ભાવ રૂ. 4.66 લાખથી રૂ. 43.21 લાખ હતો. તાતા મોટર્સે અગાઉ જ તેની બધી કાર મોંઘી બનાવી છે. કંપનીએ એક જાન્યુઆરીથી તેની કાર્સમાં રૂ. 25 હજાર સુધીનો વધારો કર્યો છે.

બીજીબાજુ ફોર્ડ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કંપનીએ તેના વિવિધ મોડલના ભાવમાં ચાર ટકાનો વધારો કર્યો છે. અન્ય કાર ઉત્પાદકો જેમ કે હ્યુન્ડાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્કોડા અને રેનોલ્ટ સહિતની કંપનીઓએ પણ તેમના મોડલોમાં ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.