ભારતમાં વર્ષે-વર્ષે વધે છે લોકોની આવક અને કરોડપતિ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ભારતમાં વર્ષે-વર્ષે વધે છે લોકોની આવક અને કરોડપતિ

ભારતમાં વર્ષે-વર્ષે વધે છે લોકોની આવક અને કરોડપતિ

 | 6:33 pm IST

ભારતની કુલ સ્થાનિક સંપત્તિ (જીડીપી) પાંચ ટ્રિલિયન ડોલર (રૂ. 3,26,987 અબજ) થઈ છે અને દેશમાં 2.45 લાખ લોકો કરોડપતિ છે. 2022 સુધીમાં દેશમાં અતિ ધનિકોની સંખ્યા વધીને 3.72 લાખ થઈ જવાની સંભાવના છે. પ્રતિ વર્ષ જીડીપી 7.5 ટકાના વધારા સાથે 7.1 ટ્રિલિયન ડોલર (રૂ. 4,64,322) થવાનો અંદાજ છે.

ક્રેડિટ સ્વિસ ગ્લોબલ વેલ્થના અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 2000થી ભારતીયોની સંપત્તિમાં પ્રત્યેક વર્ષ 9.9 ટકાની ઝડપે વધારો થયો છે. આ પ્રમાણ છ ટકાની વૈશ્વિક સરેરાશ કરતાં વધારે છે. ભારતીયોની સંપત્તિમાં 451 અબજ ડોલરનો વધારો થયો છે અને વિશ્વમાં સૌથી વધુ ધન પ્રાપ્તિ કરનારા દેશોમાં આઠમાં સ્થાને છે.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું હતું કે ભારતમાં માલમત્તામાં ઝડપી વધારે થઈ રહ્યો છે, પરંતુ તેમાં આમ આદમીનો સમાવેશ થતો નથી. દેશમાં 92 ટકા પુખ્ત વસતિ પાસે 10 હજાર ડોલર (રૂ. 653975 ) કરતાં પણ ઓછી સંપતિ છે. આના પરથી ખ્યાલ આવશે કે દેશમાં દારુણ ગરીબી પ્રવર્તે છે. માત્ર 0.5 ટકા લોકો પાસે એક લાખ ડોલર (રૂ. 65,39750) કરતાં વધારે સંપત્તિ છે. જોકે ભારતમાં વિશાળ વસતિને ધ્યાનમાં લેતા આ સંખ્યા 42 લાખ જેટલી થાય છે.

વિશ્વના સૌથી વધુ ધનિક એક ટકા લોકોમાં ભારતના 340,000 લોકોનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ ભારતમાં 1,820 લોકો પાસે પાંચ કરોડ ડોલર કરતાં વધારે માલમતા છે. જ્યારે 760 લોકો પાસે 10 કરોડ ડોલર કરતાં વધારે ધન  છે.