NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સીધા કરવેરાની વસુલાતમાં ૧૬ ટકાનો જંગી ઉછાળો

સીધા કરવેરાની વસુલાતમાં ૧૬ ટકાનો જંગી ઉછાળો

 | 9:43 am IST

દેશમાં એપ્રિલથી સપ્ટેમ્બરના ૬ મહિનાના ગાળામાં સીધા કરવેરાની વસુલાતમાં ૧૫.૮ ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો. સરકારની તિજોરીને આને કારણે રૃ. ૩.૮૬ લાખ કરોડની આવક થઈ હતી. એડવાન્સ ટેક્સની જંગી આવકને કારણે કરવેરાની વસુલાતમાં વધારો જોવા મળ્યો હતો તેમ નાણામંત્રાલયે જણાવ્યું હતું.

સીધા કરવેરાની ચોખ્ખી વસુલાત ચાલુ નાણાકીય વર્ષ માટેનાં બજેટના રૃ. ૯.૮૦ લાખ કરોડના અંદાજ સામે ૩૯.૪ ટકા થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીના કામચલાઉ આંકડા મુજબ સીધા વેરાની ચોખ્ખી આવક રૃ. ૩. ૮૬ લાખ કરોડ થવા પામી હતી જે ગયા વર્ષે આ જ ગાળા દરમિયાનની કુલ આવકમાં ૧૫.૮ ટકાનો વધારો દર્શાવે છે.

સપ્ટેમ્બર સુધીમાં એડવાન્સ ટેક્સની વસુલાત રૃ. ૧.૭૭ લાખ કરોડ થઈ હતી જે અગાઉનાં વર્ષના આ જ ગાળાની સરખામણીમાં ૧૧.૫ ટકાનો વધારો દર્શાવે છે. કોર્પોરેટ ઇન્કમટેક્સમાં એડવાન્સ ટેક્સની આવક ૮.૧ ટકા વધી હતી જ્યારે પર્સનલ ઇન્કમટેક્સમાં એડવાન્સ ટેક્સની આવક ૩૦.૧ ટકા વધી હતી.

એપ્રિલથી સપ્ટેમ્બરના ૬ મહિનાના ગાળામાં રૃ. ૭૯,૬૬૦ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું. સીધા કરવેરાની કુલ વસુલાત રિફંડ એડજસ્ટ કર્યા પહેલાં ૧૦.૩ ટકા વધીને રૃ. ૪.૬૬ લાખ કરોડ થઈ હતી.