પેન્શનદારોને મહિને મળશે એટલું પેન્શન જાણે પગાર - Sandesh
  • Home
  • Business
  • પેન્શનદારોને મહિને મળશે એટલું પેન્શન જાણે પગાર

પેન્શનદારોને મહિને મળશે એટલું પેન્શન જાણે પગાર

 | 5:11 pm IST

કર્મચારી પેન્શન યોજના-95 હેઠળ લઘુત્તમ પેન્શન માસિક રૂ. પાંચ હજાર કરાય તેવી શક્યતા છે અને તે વધીને રૂ. 7,500 થઈ શકે છે. શ્રમ મંત્રાલયે આપેલી હૈયાધારણાને આધારે કેટલાક સંગઠનોએ આ મુજબ જણાવ્યું છે.

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) સંચાલિત એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995 (ઈપીએસ-95) અંતર્ગત માસિક પેન્શન રૂ. 1000 અપાય છે. ઓલ ઈન્ડિયા ઈપીએસ-95 પેન્શન સંઘર્ષ સમિતિએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રમ મંત્રાલય સાથે યોજાયેલી બેઠકમાં તેમના પ્રતિનિધિમંડળને આ મુજબની ખાતરી આપવામાં આવી છે.

આ બેઠક છ ડિસેમ્બર 2107એ યોજાઈ હતી. આ સંગઠને વધુમાં જણાવ્યું હતું કે લઘુત્તમ વેતન માસિક રૂ. 7,500 કરવા સહિત તેમની અન્ય માગણીઓ અંગે વડાપ્રધાન અને નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરાશે.

પેન્શનદારોના સંગઠને ઈપીએસ-95 હેઠળના બધા જ 60 લાખ પેન્શનદારોને લઘુત્તમ માસિક પેનશન રૂ. 7,500 તથા વચગાળાની રાહત પેટે રૂ. 5,000 આપવાની માગણી કરી છે.