NIFTY 10,184.35 -40.60  |  SENSEX 32,924.27 +-109.29  |  USD 65.4650 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રિટેલ ફુગાવો વધારે ફૂલાયો.  સાત મહિનાની ટોચે

રિટેલ ફુગાવો વધારે ફૂલાયો.  સાત મહિનાની ટોચે

 | 12:33 pm IST

 

 

સરકાર દ્વારા થયેલી જાહેરાત મુજબ ઓક્ટોબર મહિનામાં ગ્રાહક સૂચકાંક અર્થાત્ રિટેલ ફુુગાવો વધીને ૩.૫૮ ટકાની સપાટીએ પહોંચ્યો છે. વીતેલાં વર્ષમાં આ જ મહિનામાં ફુગાવાનો દર ૪.૨ ટકા હતો, જોકે સપ્ટેમ્બર મહિનામાં નોંધાયેલા ૩.૨૮ ટકા ફુગાવાની તુલનામાં ઓક્ટોબર મહિનામાં ફુગાવાનો દર સાત મહિનાની ટોચે ૩.૫૮ ટકાની સપાટીએ પહોંચ્યો છે. આહારસામગ્રીમાં નોંધાયેલા ૫૦ બેઝિસ પોઇન્ટના ફુગાવાના વધારા તેમજ ઈંધણના ફુગાવામાં નોંધાયેલા ૮૦ બેઝિસ પોઇન્ટના વધારા સાથે ડિસેમ્બરમાં પોલિસી રેટમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. અર્થશાસ્ત્રી અદિતિ નાયરનું કહેવું છે કે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કાપ મૂકે તો ફુગાવા ઘટે, પરંતુ રિઝર્વ બેન્ક હાલમાં ભાગ્યે જ વ્યાજદરમાં કાપ મૂકે તેવી સ્થિતિ છે. માર્ચમાં પૂરા થતા અર્ધર્વાિષક સમયમાં ફુગાવો ઊંચો રહેવાની સંભાવના છે.

રિઝર્વ બેન્ક આ સ્થિતિમાં વ્યાજદરમાં છૂટછાટ આપવાની સ્થિતિમાં નહીં રહે. સપ્ટેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશન ૧.૨૫ ટકા હતું તે વધીને ઓક્ટોબરમાં ૧.૯૦ ટકા નોંધાયું છે. જૂન મહિનાથી ફુગાવાનો દર સતત વધી રહ્યો છે.

આ પહેલાં માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો કે મોંઘવારી ૩.૮૯ ટકા હતી.

મોંઘવારી વધવાનું કારણ શું ?

શાકભાજીના ભાવ વધવાને કારણે મોંઘવારી દર વધ્યો છે. ઓક્ટોબરમાં શાકભાજીના ભાવમાં ૭.૪૭ ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં તે આંકડો ૩.૯૨ હતો. જોકે આ દરમિયાન દાળના ભાવ ઘટયા છે.સપ્ટેમ્બરમાં દાળની કિંમતોમાં ૨૨.૫૧ ટકા ઘટાડો નોંધાયો હતો. તો ઓક્ટોબરમાં દાળો ૨૩.૨૩ ટકા સસતી થઈ હતી.

ઇંડા – મિલ્ક પ્રોડક્ટ મોંઘા થયા

મોંઘવારી વધવામાં ઇંડા અને દૂધ અને તેની બનાવટોના ભાવોની મોટી ભૂમિકા રહી. જોકે ગયા મહિનાને મુકાબલે ફળફળાદીની કિંમતો ઘટી છે. ઈંધણ પ્રોડક્ટ મોંઘા થયા છે. હાઉસિંગ ક્ષેત્રે પણ કિંમતો વધી છે.

રીઝર્વ બેંકની બેઠક પર નજર

હાલમાં બધાની નજર ૫ – ૬ ડિસેમ્બરના રોજ યોજાનારી રીઝર્વ બેંકની નાણાકીય સમીક્ષા બેઠક પર ટકેલી છે. બે મહિને બેઠક મળતી હોય છે. રીઝર્વ બેંક વધી રહેલી મોંઘવારીને જોતાં રેપો રેટમાં ઘટાડો કરવા નિર્ણય લેશે કે કેમ તે પર બધાની નજર ટકેલી છે. ફેક્ટરી ઉત્પાદન મુદ્ે પણ રીઝર્વ બેંક ચિંતામાં છે.