Rishabh Pant Doing Stunt In Match Between IndvsAus
  • Home
  • Featured
  • ચાલુ મેચે ઋષભ પંતે કર્યો સ્ટંટ, જોવા જેવું છે રોહિત શર્માનું રીએક્શન

ચાલુ મેચે ઋષભ પંતે કર્યો સ્ટંટ, જોવા જેવું છે રોહિત શર્માનું રીએક્શન

 | 2:23 pm IST

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની અંતિમ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો અને ઑસ્ટ્રેલિયાએ 10 વર્ષ પછી ભારતમાં શ્રેણી જીતવામાં સફળતા મેળવી. આ વર્લ્ડ કપ પહેલાની અંતિમ મેચ હતી. હવે ટીમ ઇન્ડિયા IPL રમ્યા બાદ વર્લ્ડ કપ રમવા ઇંગ્લેન્ડ રવાના થશે. અંતિમ મેચમાં ભારતનો 35 રને પરાજય થયો. જો કે મેચનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ઋષભ પંત સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે, જેને જોઇને ફેન્સ એક્સાઇટેડ થઇ ગયા અને “પંત-પંત’નાં નારા લગાવવા લાગ્યા હતા. આ વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જો કે સીરીઝ દરમિયાન ઋષભ પંત બેટિંગ અને વિકેટકીપિંગમાં નિષ્ફળ રહ્યો હતો. તેણે કેચ છોડ્યા હતા અને સ્ટંપિંગની તકો પણ ગુમાવી હતી.