Rishabh Pant reaction after critics comment on his Performance
  • Home
  • Sports
  • Cricket
  • સતત થઈ રહેલી ટીકાઓથી કંટાળ્યો રિષભ પંત, ધોનીને લઈ આપ્યું આ મોટું નિવેદન

સતત થઈ રહેલી ટીકાઓથી કંટાળ્યો રિષભ પંત, ધોનીને લઈ આપ્યું આ મોટું નિવેદન

 | 2:39 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત હાલ તેના પ્રદર્શનને લઈ ટીકાકારોના નિશાન પર છે. જ્યારે રિષભે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી ત્યારથી જ તેને ભારતીય ક્રિકેટ ટીમનો બીજો ધોની માનવામાં આવી રહ્યો હતો. તેની સરખામણી હંમેશા એમ.એસ.ધોની સાથે કરવામાં આવે છે. ત્યારે હવે આ મુદ્દે રિષભ પંતે જોરદાર નિવેદન આપ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ રિષભ પંતે એક ખાનગી મીડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ મહેન્દ્ર સિંહ ધોની સાથે સરખામણી નહીં પણ વધુમાં વધુ શીખવાની કોશિશ કરે છે. રિષભ પંતે કહ્યું કે તે ક્યારે ધોની સાથે સરખામણી વિશે વિચારતો નથી. પંતે કહ્યું કે આ તેની માટે ઘણું મુશ્કેલ છે કારણ કે હાલ તે ધોનીથી ઘણું શીખી રહ્યો છે અને તેની સાથે બરાબરી કરવાનું તો તે ક્યારે વિચારતો પણ નથી. પંત ધોનીને પોતાનો મેન્ટર માને છે.

રિષભ પંતે કહ્યું કે તે ધોનીથી ફિટનેસ અને દબાણમાં શાંત રહવાની કળા પણ શીખી રહ્યો છે. પંતે કહ્યું કે સિનિયર ખેલાડીઓથી વધુમાં વધુ શીખવા માંગે છે અને મેદાન પર પોતાનું બેસ્ટ આપવા માંગે છે. રિષભ પંતે કહ્યું કે,‘માત્ર 21 વર્ષની ઉંમરમાં હું વિચારું કે મારે ધોનીની જગ્યા લેવી છે તો આ મારા માટે ઘણું મુશ્કેલ છે. કોઈ પણ ખેલાડી માત્ર એક રાતમાં ધોની બની શકતો નથી.’ ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રિષભ પંત મેદાન પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેથી ટીકાકારો દ્વારા તેની ભારે ટીકા થઈ રહી છે.

આ વીડિયો પણ જુઓ: સ્વામિનારાયણના સંતે આપ્યું ભગવાન કૃષ્ણ વિશે વિવાદિત નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન