Rishabh Pant Speaking About Why He Is Not Selected For CWC 2019
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ માટેની ટીમમાં પસંદ ના થતા પહેલીવાર બોલ્યો પંત, કહ્યું “હજુ પણ વિચારું છું કે…”

વર્લ્ડ કપ માટેની ટીમમાં પસંદ ના થતા પહેલીવાર બોલ્યો પંત, કહ્યું “હજુ પણ વિચારું છું કે…”

 | 8:36 pm IST

વર્લ્ડ કપ ટીમ માટે ના પસંદ કરાયેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે કહ્યું છે કે પંસદગીનો મુદ્દો તેના મનમાં ફરી રહ્યો છે. પંતે સોમવાર રાત્રે 36 બૉલમાં અણનમ 78 રન બનાવીને દિલ્હીને રાજસ્થાન રૉયલ્સ સામે 6 વિકેટે જીતાડ્યું હતુ. મેચ બાદ તેણે કહ્યું કે, “મને ઘણું સારું લાગી રહ્યું છે. ટીમની જીતમાં યોગદાન આપવું સારું લાગી રહ્યું છે. હું જૂઠ નહીં બોલું, પરંતુ પસંદગીનો વિચાર મારા મગજમાં સતત હતો.”

તેણે કહ્યું કે, “મે મારી રમત પર ફોકસ કર્યું અને તેનો ફાયદો મળ્યો. વિકેટ સારી હતી અને મે તેનો ફાયદો ઉઠાવ્યો. અમારી ટીમમાં સૌને પોતાની ભૂમિકા ખબર છે અને સહયોગી સ્ટાફ અમને જણાવતો રહે છે.” ભારતની વર્લ્ડ કપની ટીમમાં દિનેશ કાર્તિકને પંતની જગ્યાએ લેવામાં આવ્યો છે. દિલ્હીનાં કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું કે, તે પિચથી ખુશ છે. તેણે કહ્યું કે, “દિલ્હીની બહાર પિચો સારી મળી રહી છે. અમને આવી પિચો પર રમવું પસંદ છે જ્યાં બૉલ ઉછળીને બેટ પર આવતો હોય. પાવરપ્લેમાં શિખરે અમને સારી શરૂઆત અપાવી.”

બીજી તરફ રૉયલ્સનાં કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું કે, “આ ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ પિચ હતી. શિખરે શાનદાર બેટિંગ કરી અને પંત ઘણો જ દમદાર છોકરો છે. ક્રિસ મોરિસ અને કગિસો રબાડાની બોલિંગ સારી રહી. અમારે 200 રન બનાવવા જોઇતા હતા.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન