Rishabh Pant Spoke First Time After Loss Against NZ
  • Home
  • Sports
  • Cricket
  • ખોટો શૉટ મારીને વિકેટ ફેંકી દેનારા ઋષભ પંતે હાર બાદ પહેલીવાર તોડ્યું મૌન

ખોટો શૉટ મારીને વિકેટ ફેંકી દેનારા ઋષભ પંતે હાર બાદ પહેલીવાર તોડ્યું મૌન

 | 6:09 pm IST

યુવા ખેલાડી ઋષભ પંતે હાર બાદ પહેલીવાર મૌન તોડ્યું છે. ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતની 4 વિકેટો 24 રન પર જ પાડી દીધી હતી, ત્યારે હાર્દિક પંડ્યા સાથે પંતે 47 રનની ભાગેદારી કરી પરંતુ ખોટો શૉટ રમીને આઉટ થયો હતો. પંતનાં આઉટ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઘણો જ ગુસ્સે થયો હતો. તો હવે ઋષભ પંતે એક ટ્વિટ કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.

દેશ અને ફેન્સનો માન્યો આભાર

પંતે પોતાની એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘મારો દેશ, મારી ટીમ…મારું સમ્માન. સમગ્ર દેશે જે વિશ્વાસ અને પ્રેમ એક ટીમ તરીકે અમારા પર દર્શાવ્યો છે તેના માટે ઘણો આભારી છું. અમે મજબૂતીથી પુનરાગમન કરીશું.’ પંતનાં આ ટ્વિટ પર યૂઝર્સે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક યૂઝર્સે સલાહ આપી છે તો કેટલાકે ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘ટીમ ઇન્ડિયાએ શાનદાર રમત દર્શાવી, અમને તમારા દરેક પર ગર્વ છે. પોતાનું મનોબળ ઊંચુ રાખો અને જશ્ન મનાવતા રહો, કેમકે સંઘર્ષ હારવાથી સમાપ્ત નથી થતો. આ આગામી જીત સુધી ચાલુ રહે છે.’

વિરાટ કોહલીએ ઋષભ પંતનો કર્યો હતો બચાવ

બીજી તરફ કેટલાક યૂઝર્સે ઋષભ પંતનાં ખરાબ શૉટને ભારતની હાર માટે જવાબદાર ગણાવ્યો છે. પ્રેસ કૉન્ફરન્સમાં વિરાટ કોહલીએ પંતનો બચાવ કરતા કહ્યું હતુ કે, “તે સ્વાભાવિક ખેલાડી છે અને તેણે ખરાબ સ્થિતિમાંથી બહાર લાવવા માટે સારું કામ કર્યું છે અને પંડ્યા સાથે ભાગેદારી કરી. મને લાગે છે કે 3-4 વિકેટ ગુમાવ્યા બાદ તેણે જે રીતે રમત દર્શાવી તે સારી હતી. તે હજુ યુવા છે. હું પણ જ્યારે યુવા હતો ત્યારે ઘણી ભૂલો કરી છે, પરંતુ શીખ્યું છે, તે પણ શીખશે. તે જ્યારે ફરીને જોશે તો કહેશે કે હા તે એ સ્થિતિમાં કંઇક અલગ કરી શકતો હતો.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન