Rishabh Pant to not travel with Team India squad to Rajkot
  • Home
  • Sports
  • Cricket
  • રાજકોટ મેચ પહેલા ટીમ ઇન્ડિયાને જોરદાર ઝાટકો, BCCIએ આ ખેલાડીને રાખ્યો દેખરેખ હેઠળ

રાજકોટ મેચ પહેલા ટીમ ઇન્ડિયાને જોરદાર ઝાટકો, BCCIએ આ ખેલાડીને રાખ્યો દેખરેખ હેઠળ

 | 3:38 pm IST

વિકેટકીપર રિષભ પંત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રાજકોટમાં યોજાનાર બીજી વન-ડે મેચ માટે ભારતીય ટીમ સાથે જશે નહી. કારણ કે પ્રથમ મેચમાં તેના માથા પર બોલ વાગ્યો હતો. રાજકોટમાં સિરીઝની બીજી મેચ 17 જાન્યુઆરીએ રમાશે.

મંગળવારે મુંબઇમાં પ્રથમ વન-ડે દરમિયાન રિષભ પંતના હેલમેટમાં બેટિંગ કરતા સમયે બોલ વાગ્યો હતો, જેના કારણે તે બીજી ઇનિંગ (ઓસ્ટ્રેલિયાની ઇનિંગ) દરમિયાન ઉતર્યો ન હતો. તે દેખરેખમાં છે.

બીસીસીઆઇના સૂત્રોએ કહ્યું,’રિષભ પંત ટીમના અન્ય સભ્યો સાથે રાજકોટ નહી જાય. તે બાદમાં ટીમ સાથે જોડાઇ જશે.’ તેમણે કહ્યું,’સામાન્ય રીત જે ખેલાડીને માથામાં ઇજા થાય છે. તેને 24 કલાક સુધી દેખરેખમાં રાખવામાં આવે છે.’

હજૂ તે વિશે સ્પષ્ટતા નથી થઇ કે, તે આગામી મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ થશે કે નહી, અથવા પછી તેને આરામ આપવામાં આવશે. ભારતની ઇનિંગ દરમિયાન 44મી ઓવરમાં પૈટ કમિંસનો બાઉન્સર બોલ રિષભના હેલમેટ પર ટકરાયો હતો, જેના કારણે તેની વિકેટ પણ પડી ગઇ હતી.

આ ઇજાના કારણે લોકેશ રાહુલને સ્ટમ્પ પાછળ તેની જવાબદારી સંભાળવી પડી હતી. મંગળવારની રાત્રે બીસીસીઆઇ એ પોતાના નિવેદનમાં કહ્યું કે તે દેખરેખ હેઠળ છે. તમને જણાવી દઇએ કે, મંગળવારની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને બેટિંગનો અવસર આપ્યો હતો, જેના પછી ભારતની ટીમ 255 રનમાં સમેટાઇ ગઇ હતી, જેમા પંતએ 33 બોલમાં 28 રન બનાવ્યા હતાં. જોકે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં એક પણ વિકેટના નુક્સાન વગર જીત હાંસલ કરી લીધી હતી.

આ વીડિયો પણ જુઓ : નિર્ભયા કેસને લઈ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન