ખરેખર શાંત દેખાઈ રહેલી ટીમ ઈન્ડિયા છે મૂંઝવણમાં! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ખરેખર શાંત દેખાઈ રહેલી ટીમ ઈન્ડિયા છે મૂંઝવણમાં!

ખરેખર શાંત દેખાઈ રહેલી ટીમ ઈન્ડિયા છે મૂંઝવણમાં!

 | 5:16 pm IST

વેસ્ટ ઇન્ડીઝ સામે જ્યારે ત્રણ મેચની ટી-20 મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે દરેક ક્રિકેકટપ્રેમી એમએસ ધોનીનું નામ ના જોઈને આશ્ચર્યચકિત હતા. ધોનીના સ્થાને યુવા વિકેટકિપર રિષભ પંતનો ટીમમાં સમાવેશ કરાયો હતો. કહેવામાં આવતું હતું કે પંત ભારતનું ભવિષ્ય છે અને હવે તેને તૈયાર કરવાની જરુર છે. જેના માટે જરુરી છે કે તે વધારેને વધારે મેચો રમે. સુકાની વિરાટ કોહલીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે ધોની ટી-20માં પંત માટે સ્થાન બનાવવા માંગે છે, જેથી વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20માં ન રમવાનો નિર્ણય કર્યો હતો.

કોલકાના ઇડન ગાર્ડન્સમાં ટીમ ઇન્ડિયા ધોની વગર રમવા ઉતરી હતી. ટોસ થયા પછી રોહિત શર્માએ અંતિમ ઇલેવનની લિસ્ટ આપી હતી. જેમાં પંતને વિકેટકિપરની જવાબદારી, જ્યારે દિનેશ કાર્તિકને બેટ્સમેન તરીકે સમાવેશ કર્યો હતો. જોકે જ્યારે ટીમ ફિલ્ડિંગ ભરવા ઉતરી તો ગ્લવ્ઝ કાર્તિકના હાથમાં હતા અને પ્રથમ મેચમાં કાર્તિકે વિકેટકિપિંગ કરી હતી.

વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં પંતે વિકેટ પાછળ ભૂલ કરી હતી પણ આ ભૂલ ત્યારે જ સુધરશે જ્યારે તે વધારને વધારે મેચ રમશે. ટેસ્ટમાં જ્યારે પંત વિકેટકિપીંગ કરે છે ત્યારે કાર્તિક ફિલ્ડિંગ કરે છે. ટીમ ઇન્ડિયા પાસે વન-ડેમાં ધોની જેવો સૌથી મજબુત વિકેટકિપર છે પણ ટી-20માં વિકેટકિપરને લઈને બીસીસીઆઈ યુવા અને અનુભવમાં મુંઝવણમાં મુકાઈ છે.જ્યારે પંતને ભવિષ્ય માનવામાં આવે છે તો એક જ વિકેટકિપર બધા ફોર્મેટમાં કેમ ન હોઈ શકે? કે પછી ટ્રેલર છે આવનારી સમસ્યાનું, જ્યારે ધોની આ જવાબદારીથી મુક્ત થશે. આ પછી ટીમ ઇન્ડિયા દરેક ફોર્મેટમાં અલગ-અલગ વિકેટકિપરને અપનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન