Riddhima Kapoor Sahni Does A Scorpion Yoga Pose
  • Home
  • Featured
  • PHOTOS: ઋષિ કપૂરની દીકરીએ સ્કોર્પિયન યોગા કરીને બધાને ચોંકાવી દીધા

PHOTOS: ઋષિ કપૂરની દીકરીએ સ્કોર્પિયન યોગા કરીને બધાને ચોંકાવી દીધા

 | 9:16 am IST

બોલિવૂડની એક્ટર ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની ખુબસુરતીના મામલે ભલ ભલાને ટક્કર મારે તેવી છે. ભલે તે ફિલ્મોમાં કામ ન કરતી હોય પણ સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકોની સંખ્યા અગણિત છે. રિદ્ધિમાં સોશિયલ મીડિયા પર ફોટાઓ અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે કેટલીક તસવીર શેર કરી છે તેમાં તે યોગ કરતી નજર આવી રહી છે.

ફિટનેસના મામલામાં રિદ્ધિમા બોલિવૂડ એકટ્રેસને ટક્કર આપી રહી છે. તે રોજ યોગ કરીને પોતાની જાતને ફીટ રાખે છે. રિદ્ધિમાએ સ્કોર્પિયન યોગ કરીને પ્રશંસકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રિદ્ધિમાએ પિંક નિયોન ટૈંક ટાપ પહેર્યુ હતુ જેમાં તે ખુબજ આકર્ષક લાગતી હતી.

થોડા સમય પહેલા ઋષિ કપૂર ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા ત્યારે રિદ્ધિમા અવાર નવાર તેના પરિવાર સાથે સમય વિતાવી રહી હતી.

10 સપ્ટેમ્બરે કેન્સરની બીમારીને ટક્કર મારીને ઋષિ કપૂર ભારત આવ્યા છે અને આ ખાસ પ્રસંગે ઘરમાં ખુશીનો માહોલ છવાયેલો છે. રણબીર અને રિદ્ધિમાંએ શાનદાર સ્વાગત કર્યુ હતુ.

રિદ્ધિમાના લગ્ન ભારત સાહની સાથે થયા હતા. તે એક બિઝનેસમેન છે. રિદ્ધિમા અને ભારતને એક પુત્રી છે જેનું નામ સમારા સાહની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન